અંબાજી પોલીસે બાઇક ચોર ગેંગના 6 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

 

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી દાંતા તાલુકામાં આવેલું છે. અંબાજી મંદિર આ અંબાજી ધામમાં આવેલું છે. અંબાજીમાં જૂની કોલેજ નજીક પોલીસ સ્ટેશન આવેલું છે.

 

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

 

અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા આ ધામ અને મંદિરની સુરક્ષાની જવાબદારી આવે છે. અંબાજીમાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરાઇ જવાની ઘટનાઓ બની હતી.

 

 

અંબાજી પોલીસની ટીમે મંગળવારે ચોરીના 4 એક્ટીવા અને 1 મોટર સાઇકલ સાથે 6 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યારે અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમા હતા.

 

 

તે દરમિયાન 2 એક્ટીવા અને એક મોટર સાઇકલ હોન્ડા શાઇન કંપનીનું શંકાસ્પદ હાલતમાં આવતાં જેઓની પૂછપરછ કરતાં તેઓ અલગ-અલગ સમયે અલગ-અલગ સ્થળેથી કુલ 4 એક્ટીવા અને 1 મોટર સાઇકલ ચોરીની કબૂલાત કરી હતી.

 

 

પોલીસે વાહનો જપ્ત કર્યાં
(1) એક્ટીવા બ્લુ કલરનું જેના આગળ અને પાછળના ભાગે નંબર પ્લેટ નથી.
(2) એક્ટીવા સફેદ કલરનું જેના આગળ અને પાછળના ભાગે નંબર પ્લેટ નથી.
(3) મોટર સાઇકલ હોન્ડા શાઇન કંપનીનુ ગ્રે કલરનું જેના આગળ અને પાછળના ભાગે નંબર પ્લેટ નથી.
(4) એક્ટીવા સફેદ કલરનું જેના આગળ અને પાછળના ભાગે નંબર પ્લેટ જોતાં RJ-14-DN-6352 છે.
(5) એક્ટીવા મેસ્ટ્રો કંપનીનું સફેદ કલરનું જેના આગળ અને પાછળના ભાગે નંબર પ્લેટ નથી.

 

 

ઝડપાયેલા શખ્સોના નામ
(1) સાજીદખાન સાબીરખાન મકરાણી (રહે.બ્રહ્મપુરી વિસ્તાર,અંબાજી, તા. દાંતા, જી.બનાસકાંઠા)
(2) હર્ષદગીરી મણીગીરી ગૌસ્વામી (રહે.અંબિકા કોલોની,અંબાજી, તા.દાંતા, જી.બનાસકાંઠા)
(3) નારણભાઇ સંતોષભાઇ ગૌસ્વામી (રહે.ગબ્બર રોડ,રબારીવાસ,અંબાજી, તા. દાંતા, જી.બનાસકાંઠા)
(4) સંજયભાઇ ગોવિંદભાઇ વણઝારા (રહે.ભાટવાસ, અંબા, તા.દાંતા, જી.બનાસકાંઠા)
(5) શ્રવણકુમાર ભરતભાઇ હીરાગર (રહે.જોગીવાસ, અંબાજી, તા. દાંતા, જી.બનાસકાંઠા)
(6) કાળુભાઇ છોગારામ ગરાસીયા (રહે.લોટાણા, તા.પીંડવાડા, જી.શિરોહી-રાજસ્થાન)

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!