અમીરગઢ પોલીસે રાજસ્થાનથી પાલનપુર તરફ જતી ગાડીમાં વિદેશી દારૂ સાથે શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

 

અમીરગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાન તરફથી પાલનપુર જતી એક્સયુવી ગાડીને નાકાબંધી દરમિયાન ઝડપી પાડી હતી.

 

 

જેમાં કુલ રૂ. 5,71,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે શખ્સની અટકાયત કરાઇ હતી. આ અંગે અમીરગઢ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક્સયુવી ગાડી નં. GJ-27-K-8234 માં વિદેશી દારૂ ભરી રાજસ્થાનથી અમીરગઢ થઇ પાલનપુર તરફ જવાનો છે.

 

તેવી ખાનગી બાતમી મળી હતી. જેના આધારે નાકાબંધી કરી ગાડીને રોકી તપાસ કરતાં ગાડીમાંથી વિદેશી દારૂની પેટી નંગ-29 કુલ બોટલ નંગ-996 મળી આવી હતી.

 

પોલીસે રૂ. 1,66,080 કિંમતનો દારૂ સહીત રૂ. 5,71,080 નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે કમલેશ રૂપજીભાઇ પ્રજાપતિને ઝડપી પાડયો હતો. આ અંગે અમીરગઢ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!