ડીસા અને કાંકરેજની 15 શાળાઓના 511 બાળક-બાલિકાઓની નિબંધ સ્પર્ધા યોજાઇ

- Advertisement -
Share

પૂજ્ય ભગવંતના અભિયાનની ચોમેર ભુરી ભુરી અનુમોદના : ગામડે-ગામડે પગપાળા વિહાર કરી શાળાઓમાં બાળકોને પ્રવચન અને ગામોમાં રાત્રિ પ્રવચન કરી માનવને માનવ બનવા પ્રેરણા કરી રહ્યા છે.

 

ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં ડી.જે.એન.મહેતા હાઇસ્કૂલ પરીસરમાં જૂનાડીસા જૈન સંઘના નિમંત્રણથી આનંદ પરિવારના આયોજનમાં ડીસા અને કાંકરેજ તાલુકાની 15 શાળાઓના 511 બાળક-બાલિકાઓની રવિવારે નિબંધ સ્પર્ધાનું કરાયું હતું.

છેલ્લા 2 માસથી આગમ વિશારદ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મ.સા. અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મ.સા.
બનાસકાંઠાના ગામડે-ગામડે પગપાળા વિહાર કરી શાળાઓમાં બાળકોને પ્રવચન અને ગામોમાં રાત્રિ પ્રવચન કરી માનવને માનવ બનવા પ્રેરણા કરી રહ્યા છે.

પૂજ્યશ્રીના માર્ગદર્શનથી બનેલા 44 પ્રેરણા ચિત્ર ઉપર 15 ગામના 511 બાળકોએ ખૂબ સરસ નિબંધો તૈયાર કર્યાં હતા. શાળામાં રવિવારે 511 બાળક-બાલિકાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.

ખાસ નોંધપાત્ર છે કે, જૈન સાધુ પુરૂષ દ્વારા આ રીતે ગામે ગામના બાળકોના સંસ્કાર સિંચનનો પ્રયત્ન સૌ કોઇ માટે આશ્ચર્ય અને અહોભાવ જન્મ નારો બન્યો હતો.
અને આગળ પણ સળંગ 3 વર્ષ સુધી આવા વિવિધ આયોજનો સંસ્કાર સિંચન માટે મોટાપાયે હાથ ધરવાની જાહેરાતો થઇ હતી. 15 ગામના સરપંચો પણ ઉપસ્થિત રહી પોતાના ગામના બાળકોની ઉન્નતી જોઇ અતિ ઉત્સાહી બન્યા હતા.

 

વિશેષ અતિથિ ઠક્કર સમાજના અગ્રણી ભગવાનભાઇ બંધુ, જયંતિભાઇ ઠક્કર, પૂર્વ જીલ્લા મંત્રી ભાજપ ભારતસિંહ ભટેસરીયા અને ભડથના આગેવાન સરપંચ બહાદુરસિંહ વાઘેલા સહીત દરબાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

સૌ આગેવાનોએ પૂજ્યશ્રીના માત્ર જૈન નહીં પરંતુ છેવાડાના ગામડાઓની સમગ્ર આર્ય પ્રજાને સંસ્કારી બનાવવાના આ અભિયાનની અહોભાવથી પ્રશંસા કરી હતી. જાણે કોઇ નવા જ ઇતિહાસનું સર્જન થવા જઇ રહ્યું હોય એમાં પોતે સાક્ષી બન્યાની લાગણી વ્યક્ત કરી હતી.

 

પૂજ્યશ્રીએ વારંવાર એમ જણાવ્યું હતું કે ‘હું સમગ્ર આર્ય પ્રજાના કલ્યાણ માટે સુરત અને અમદાવાદ છોડી બનાસકાંઠા આવ્યો છું. હવે બસ આપ સૌએ સક્રીય થવાની અને સહયોગ આપવાની જરૂર છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!