ડીસાના ટ્રાફિકથી લોકો પરેશાન : બનાસ નદીના પુલ પર કાળઝાળ ગરમીમાં સર્જાયો ભારે ટ્રાફિક જામ, કલાકો સુધી લોકો ફસાયા

- Advertisement -
Share

ડીસા બનાસ નદી પુલ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અત્યારે કાળઝાળ ગરમીમાં ડીસા બનાસ નદી બ્રીજ પર ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો ગરમીના કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા ભારે પરેશાન થઈ ઉઠયા હતા.
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ બનાસ નદી પર 70 વર્ષ જૂનો બ્રિજમાં તિરાડ તેમજ બ્રિજ ડેમેજ થતા આ બ્રિજનું સમારકામ કરવા માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો જેથી બનાસ નદી પર અન્ય એક બ્રિજ પર બંને બ્રિજનો વાહન વ્યવહાર એક બ્રિજ પર ચાલુ કરવામાં આવ્યો હતો.
જેના કારણે દિવસેને દિવસે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે દિવસેને દિવસે સર્જાતા ટ્રાફીક જામના કારણે તંત્ર દ્વારા બનાસ નદી અંદરથી રોડ બનાવવામાં આવ્યો છે તેમ છતાં બનાસ નદી બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.
ત્યારે આજે ડીસા બનાસ નદીના પુલ પર ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અત્યારે ડીસા શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર છે એ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને બીજી તરફ ડીસા બનાસ નદી પર ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા આ કાળઝાળ ગરમીમાં લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઈ ઉઠયા હતા. વારંવાર ટ્રાફીક જામ સર્જાતા લોકો પરેશાન થઇ ઊઠ્યા છે અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે એક બાજુનો પુલ બંધ છે તેનું તાત્કાલિક સમારકામ પૂર્ણ કરી ચાલુ કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે તેમ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!