ભીલડી CSC જન સુવિધા કેન્દ્ર પરથી Covid – 19 માટે રસીકરણનું રજીસ્ટ્રેશન થશે

- Advertisement -
Share

ડીસા તાલુકાના ભીલડી જન સુવિધા કેન્દ્ર લોકોની સેવા કરવા માટે હર હંમેશ આગળ જ હોય છે સી.એસ.સી પર સરકારી તેમજ બિન સરકારી સેવાઓ આપવામાં આવતી હોય છે. હવેથી કોરોના રસીનું રજીસ્ટ્રેશન પણ(CSC) કોમન સર્વિસ સેન્ટર દ્વારા કરવામાં આવશે 18 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિના રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જ રસીકરણ કરવામાં આવશે જેથી રસીકરણ કેન્દ્ર પર ભીડ ના થાય તે માટે સરકાર દ્વારા સી.એસ.સી કેન્દ્ર પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની સુવિધા આપવામાં આવી છે.

સી.એસ.સી ઈ-ગવર્નન્સ બનાસકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક મેનેજર સંજયભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ રાણાવશિયાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના દરેક સી.એસ.સી સેન્ટર પરથી વેક્સિન રજિસ્ટ્રેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે દરેક vle ને રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.

 

 

હાલ રજીસ્ટ્રેશન કરવા માટે લોકોએ પોતાનું આધારકાર્ડ તેમજ મોબાઈલ સાથે રાખવાની સુચના આપવામાં આવી છે રજીસ્ટ્રેશન બાદ અરજદારના મોબાઇલમાં SMS દ્વારા રસી લેવાની તારીખ અને સમય જણાવવામાં આવશે ત્યારબાદ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈ રસીકરણ કરાવી શકશે.

રસીકરણનો પ્રથમ ડોઝ આપ્યા પછી 28 દિવસ પછી બીજા ડોઝનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે સી.એસ.સી બનાસકાંઠા ડિસ્ટ્રિક મેનેજરની ટીમ દ્વારા સતત vle ના કોન્ટેક્ટમાં રહી વધારેમાં વધારે રજીસ્ટ્રેશન થાય તેમજ નિયત સમયે રસીકરણ થાય તેમજ કોઈ વ્યક્તિ રજિસ્ટ્રેશન કર્યા વગર રહી ના જાય તે માટે લોકોને જાગૃત કરવા માટે પણ જણાવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!