વડગામ ખેરાલુ રોડ પર કાર ચાલક 2 વિદ્યાર્થિનીઓને ટક્કર મારી ફરાર, ઈજાઓ પહોંચતા બંને સારવાર હેઠળ

- Advertisement -
Share

વડગામથી ખેરાલુ રોડ પર કાર ચાલકે 2 વિદ્યાર્થિનીઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. જેમાં બંને વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

 

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વડગામ-ખેરાલુ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરઝડપે આવી રહેલા એક કાર ચાલકે 2 વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી.
આ અકસ્માતમાં બંને વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. જેથ વડગામની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!