વડનગરમાં સોનામાં રોકાણની લાલચ આપી રૂ. 2 કરોડથી વધુની ઠગાઇ કરનાર ડીસાના બે ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોધાઇ

Share

વડનગર શહેરમાં કેટલાંક સમય અગાઉ 2 વ્યક્તિઓએ ઓફીસ ખોલી સોનામાં રોકાણની સ્કીમ રજૂ કરી હતી. જેમાં વડનગર સહીત દૂર દૂરના અનેક રોકાણકારોએ ચેહર એન્ટરપ્રાઇઝના સંપર્કમાં આવ્યા હતા. આ ચેહર એન્ટરપ્રાઇઝના 2 ઈસમોએ તબક્કાવાર લાખો કરોડોનું રોકાણ મેળવી સામે વ્યાજ કે નફા પેટે રકમ આપતા હતા. થોડા સમય બધુ બરાબર ચાલ્યા બાદ અચાનક રોકાણ સામે નફાની રકમ આપવાની બંધ કરી હતી.

[google_ad]

 

આથી વડનગરના અબ્બાસભાઇ નામના વેપારીએ ચેહર એન્ટરપ્રાઇઝની વિગતો મેળવતાં ચોંકી ગયા હતા. આ ચેહર એન્ટરપ્રાઇઝના 2 સોની ઇસમોએ 34 રોકાણકારો સાથે 2 કરોડથી વધુ રકમની ઠગાઇ કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. જેમાં છેક વડોદરા પંથકના રોકાણકારો પણ છેતરાયા હોવાનું નામજોગ લીસ્ટ સામે આવતાં ચકચાર મચી ગઇ છે.

[google_ad]

advt

મહેસાણા જીલ્લાના વડનગર શહેરમાં અગાઉ ચેહર એન્ટરપ્રાઇઝ નામની ઓફીસ ખુલી હતી. મૂળ ડીસાના જીતેન્દ્ર સત્યનારાયણ સોની અને અનિલ સત્યનારાયણ સોની નામના બે ભાઇઓએ આ ચેહર એન્ટરપ્રાઇઝ ખોલી સોનામાં રોકાણની સ્કીમ મૂકી હતી. સ્થાનિક રોકાણકારો સમક્ષ લોભામણી સ્કીમ મૂકી ટૂંકા ગાળામાં મોટો ધંધો કરવા જતાં મોટો ઘટસ્ફોટ થઈ ગયો છે. વડનગરના અબ્બાસભાઇ નામના રોકાણકારે આ બંને ભાઇઓ વિરુદ્ધ અગાઉ અરજી આપી જેના આધારે દાખલ થયેલી ફરિયાદમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

[google_ad]

 

 

જેમાં આ બંને સોનીભાઇઓએ વડોદરા, મહેસાણા, ખેરાલુ, માણસા, સાણંદ, વિસનગર, વિજાપુર, અંકલેશ્વર અને ભિલોડા સહીતના વિસ્તારોમાંથી કરોડોનું રોકાણ મેળવ્યું હતું. જેની સામે વળતર નહિ મળતાં ચેહર એન્ટરપ્રાઇઝમા રોકાણકારોએ પૂછપરછ શરૂ કરી હતી. જો કે, રકમ નહિ મળતાં વડનગરના અબ્બાસભાઇ નામના વેપારીએ ચેહર એન્ટરપ્રાઇઝના સંચાલક બંને ભાઈઓ વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

 

From – Banaskantha Update


Share