ડીસામાં હીન્દુ યુવા સંગઠને ભટકતી માનસિક અસ્થિર મહીલાને 181 ની મદદથી પરિવાર સાથે મિલન કરાવ્યું

- Advertisement -
Share

સેવાભાવી મિત્ર લાલાભાઇ રાણાનો ફોન આવ્યો હતો

 

ડીસામાં 4 દિવસથી સ્પોર્ટસ ક્લબની બાજુમાં આવેલા સીટી પ્લાઝા કોમ્પલેક્ષના ઓટલા પર એક માનસિક અસ્થિર મહીલાને જોતા હતા.
આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ‘મહીલાને પૂછતાં કોઇ જવાબ મળતો ન હતો. જો કે, આજુબાજુના દુકાનદારો ચા-નાસ્તો આપતા હતા.’

આ બાબતે હીન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘સેવાભાવી મિત્ર લાલાભાઇ રાણાનો ફોન આવ્યો હતો અને અમને આ મહીલા વિશે જણાવ્યું હતું.

અમે તાત્કાલીક સ્થળ પર જઇ મહીલાને પૂછતાં એમનું નામ વિમળાબેન દેવીપૂજક જણાવ્યું હતું અને ગામનું નામ પૂછતાં વાંઢવા જણાવતા હતા.

પણ અસ્થિર મગજના લાગતાં હોવાથી અમે 181 મહીલા અભયમમાં કોલ કર્યો હતો અને 181 મહીલા અભયમ વાન બોલાવી હતી. તે દરમિયાન બહેનને જમાડયા હતા.’

 

જ્યારે 181 ના કાઉન્સેલર કોમલબેન પ્રણામીએ વાંઢવામાં સરપંચને ફોન કરી અને ફોટા મોકલી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, આ મહીલાનું આંત્રોલી ગામમાં પિયર છે.

 

અને વાંઢવા ગામમાં સાસરૂ છે. જેથી 181 મહીલા અભયમ વાન વિમળાબેનને આંત્રોલી ગામમાં મહીલાના પિયરમાં ઘરે મૂકી આવ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!