ડીસામાં ડમ્પર ચાલકે સાઇકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતાં મોત : બહેનનો આબાદ બચાવ : લોકોમાં ભારે આક્રોશ ભભૂકયો

- Advertisement -
Share

ટેન્કરના ટાયરની નીચે ભાઇ આવી જતાં 20 ફૂટ ઢસડાયો હતો : ઘટનાને પગલે સમગ્ર પરિવાર કલ્પાંત કરતો નજરે પડયો : પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને જેલ હવાલે કર્યો

ડીસાના કાંટ રોડ પર બુધવારે ટેન્કર ચાલકે સાઇકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કરનું ટાયર વિદ્યાર્થી પર ફરી વળતાં ઘટનાસ્થળે કરુણ મોત નિપજયું હતું.
આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. ડીસા ઉત્તર પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જીલ્લામાં નેશનલ હાઇવે પર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે.
વધતા જતાં અકસ્માતોને લઇ અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટયા છે. ખાસ કરીને જીલ્લામાં સૌથી વધુ અકસ્માત મોટા હેવી વાહનોના ગફલત ભર્યાં ડ્રાઇવીંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે.
વારંવાર મોટા હેવી વાહનોના ગફલત ભર્યાં ડ્રાઇવીંગના કારણે અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓ આવા અકસ્માતોમાં મોતને ભેટ્યા છે. ત્યારે બુધવારે ડીસામાં પણ ડમ્પરની અડફેટે શાળાએ જતાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.

 

ડીસાના કાંટ રોડ પર એરપોર્ટ નજીક ટેન્કર ચાલકે અડફેટે લેતાં સાઇકલ સવાર વિદ્યાર્થીનું મોત થતાં ચકચાર મચી ગઇ છે.
ડીસાના કલાપીનગર સોસાયટીમાં રહેતાં મોતીજી પ્રજાપતિનો એકનો એક પુત્ર મનસુખ પ્રજાપતિ અને તેની બહેન સાઇકલ લઇને શાળાએ જઇ રહ્યો હતો.

 

ભાઇ અને બહેન એરપોર્ટ સાઇકલ લઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરપાટઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે સાઇકલ સવાર વિદ્યાર્થી ભાઇ-બહેનને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે, ટેન્કરના ટાયરની નીચે ભાઇ આવી જતાં 20 ફૂટ ઢસડાયો હતો અને ટાયર નીચે આવી જતાં વિદ્યાર્થીની ખોપડી ફાટી જતાં તેનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું.
જ્યારે બહેનનો આબાદ બચાવ થયો હતો. ભાઇનું કમકમાટીભર્યું મોત જોઇ બહેન ત્યાં બેભાન થઇ હતી. આ અકસ્માતમાં મોતને ભેટનાર બાળક 2 બહેનો વચ્ચે માત્ર એક ભાઇ હતો અને આ ઘટનાને પગલે સમગ્ર પરિવાર કલ્પાંત કરતો નજરે પડયો હતો.

 

ડીસાના કાંટ રોડ પર બુધવારે ડમ્પરની ટક્કરે શાળામાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ ભભૂકયો હતો અને લોકોના ટોળેટોળા આવી
ટેન્કરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવી મામલો થાળે પાડયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને જેલ હવાલે કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!