શિહોરી પોલીસે બે અલગ-અલગ જગ્યાએ રેડ કરી જુગાર રમતાં 10 શખ્સોને ઝડપ્યા

Share

 

કાંકરેજ તાલુકાના શિહોરી ગામની સીમમાં પાટણ હાઇવે ઉપર ખેતરમાં શિહોરી પોલીસે બાતમીના આધારે રેડ કરી બુધવારે જુગાર રમતાં 6 શખ્સોને રૂ.1.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે ભાવાણી પાટીમાંથી જુગાર રમતાં 4 શખ્સોને રૂ.2600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

શિહોરી ગામની સીમમાં પાટણ હાઇવે ઉપર આવેલ ભવરસિંહ મેતુભા ડાભી (રહે.ભાવાણી પાટી, તા.કાંકરેજ) ના ખેતરમાં રહેણાંક ઘર આગળ ખુલ્લામાં જુગાર રમતાં 6 શખ્સોને રૂ. 23,250 રોકડ, 2 મોબાઇલ અને 6 બાઇક મળી કુલ રૂ. 1,65,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ભાવાણી પાટીમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતાં 4 શખ્સોને રૂ. 2600 ની રોકડ રકમ સાથે ઝડપી પાડયા છે.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

શિહોરીમાંથી ઝડપાયેલા શખ્સોના નામ
(1) હકુભા લક્ષ્મણસિંહ ડાભી (રહે.ભાવાણી પાટી, શિહોરી, તા. કાંકરેજ)
(2) કુલદીપસિંહ ભાવસિંહ ડાભી (રહે.ભાવાણી પાટી, શિહોરી, તા. કાંકરેજ)
(3) જીતુભાઇ અમરતભાઇ પંચાલ (રહે.અંબિકાનગર, શિહોરી, તા. કાંકરેજ)
(4) ભમરસિંહ મેતુભા ડાભી (રહે.ભાવાણી પાટી, શિહોરી, તા. કાંકરેજ)
(5) રાજુભા કિતુભા સોલંકી (રહે. શિહોરી, તા.કાંકરેજ)
(6) મધુભા નટવરસિંહ ડાભી (રહે. શિહોરી, તા. કાંકરેજ)

 

પ્રતીકાત્મક તસ્વીર

 

ભાવાણી પાટીમાંથી ઝડપાયેલા શખ્સોના નામ
(1) મહેન્દ્રસિંહ હાંહજી ભટેસરીયા (રહે.ભાવાણી પાટી, શિહોરી, તા. કાંકરેજ)
(2) ભરતસિંહ વિજુભા ભટેસરીયા (રહે.ભાવાણી પાટી, શિહોરી, તા. કાંકરેજ)
(3) જયંતિભાઇ મનહરભાઇ જોષી (રહે. બ્રાહ્મણવાસ, શિહોરી, તા. કાંકરેજ)
(4) રણુભા મદારસિંહ ડાભી (રહે. ભાવાણી પાટી, શિહોરી, તા. કાંકરેજ)

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share