એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : વલસાડ તાલુકા પોલીસના એ.એસ.આઇ.એ દારૂના કેસમાં પાસાની કાર્યવાહી ન કરવા રૂ. 50 હજારની લાંચ માંગણી કરતાં ખાનગી વ્યક્તિ સ્વીકારતાં રંગેહાથ ઝડપાયો

Share

 

લાંચ સ્વીકારનારા કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. વલસાડમાં દારૂના કેસમાં ઝડપાયેલા વ્યક્તિ સામે પાસાની કાર્યવાહી ન કરવા માટે રૂ. 1 લાખ માંગ્યા બાદ રકઝકના અંતે રૂ. 50 હજાર નક્કી થયા હતા.

 

 

એ.એસ.આઇ. દ્વારા ખાનગી વ્યક્તિ રામસીંગ જયરામ પાટીલ મારફતે ગુરુવારે સુરતના સીમાડા નાકા ગણેશ પાન સેન્ટર નજીકથી રૂ. 50 હજાર લેતાં ઝડપાયો હતો. જ્યારે એ.એસ.આઇ. સતિષભાઇ સયાજીભાઇ સોમવંશી એ.સી.બી.ના હાથે ઝડપાયો નથી. જેથી તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, વલસાડ જીલ્લાના વલસાડ તાલુકા પોલીસ મથકમાં એ.એસ.આઇ. સતિષભાઇ સયાજીભાઇ સોમવંશી વર્ગ-3 ના અધિકારી છે. તેમણે દારૂના કેસમાં રૂ. 1 લાખની માંગ કરી હતી.

 

 

જેમાં લાંચના રૂ. 50 હજાર નક્કી થયા બાદ તે ગુરૂવારે રૂપિયા સુરતના સીમાડા નાકા ગણેશ પાન સેન્ટર કેબિન નજીક સ્વીકારવા આવતાં રામસીંગ જયરામ પાટીલ (ખાનગી વ્યક્તિ) આબાદ ઝડપાયો હતો. આરોપી પાસેથી રૂ. 50 હજાર લેતાં રંગેહાથ ઝડપાયો હતો.

 

 

 

 

ફરીયાદીના મિત્રની દારૂના કેસમાં વલસાડ તાલુકા પોલીસે અટકાયત કરેલી અને તેના સામે પાસાની કાર્યવાહી નહી કરવાના અવેજ પેટે કોન્સ્ટેબલે ફરીયાદી સાથે ફોન ઉપર વાતચીત કરી પ્રથમ રૂ. 1 લાખની લાંચની માંગણી કરતાં રકઝકના અંતે કોન્સ્ટેબલે રૂ. 50 હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

 

 

 

ફરિયાદીની ફરિયાદ આધારે એ.સી.બી.એ લાંચના છટકાનું આયોજન કરતાં કોન્સ્ટેબલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 50 હજારની લાંચની રકમ ખાનગી વ્યક્તિને આપી દેવા જણાવ્યું હતું. સમગ્ર ટ્રેપ સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.કે.સોલંકી અને એ.સી.બી. સ્ટાફ દ્વારા કરાયું હતું. જ્યારે અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share