બનાસકાંઠામાં વધુ એક ભૂસ્તર વિભાગનો સપાટો : કાંકરેજના બનાસ નદીના પટમાંથી ભૂસ્તર વિભાગે રોયલ્ટી ચોરી કરતાં હીટાચી મશીન અને 10 ડમ્પરોને ઝડપ્યા

- Advertisement -
Share

રૂ. 2.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો : રૂ. 10,00,000 નો દંડ ફટકારતાં ભૂમાફીયાઓમાં ફફડાટ

 

બનાસકાંઠાના ભૂસ્તર વિભાગ દ્વારા વધુ એક સપાટો બોલાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જીલ્લાના ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાની ટીમ દ્વારા ગુરૂવારે ફરી એકવાર ખાનગી વાહનથી
વહેલી સવારે આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન કાંકરેજ તાલુકાના રૂપપુરા-થળી બનાસ નદી પટમાં બિનઅધિકૃત રીતે ચાલતાં એક હીટાચી મશીન અને 10 સાદી રેતી ભરેલા ડમ્પરોને ઝડપી પાડયા હતા.

ટીમે ડમ્પર નં. GJ-08-AU-9357, GJ-08-AU-7285, GJ-08-AU-7244, GJ-08-AU-7077, GJ-08-AU-7144, GJ-08-AU-4044, GJ-08-Z-2968, GJ-08-AU-7984, GJ08AU9843 અને GJ-08-AU-7237 એમ કુલ 10 ડમ્પરો ઝડપી કુલ રૂ. 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા વાહનો પાસેથી રૂ. 10,00,000 ની દંડકીય રકમની વસૂલાત કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યારે હીટાચી મશીનની સ્થળ પર માપણી થયા બાદ દંડકીય રકમની વસૂલાત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. 01 મે-2022 ના રોજ ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાની ટીમ દ્વારા નવો પ્રયાસ હાથ ધરી ડ્રોન સર્વેલન્સથી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું હતું.
તે દરમિયાન ડીસા તાલુકાના નાની આખોલના બનાસ નદીના પટમાં બિનઅધિકૃત રીતે ચાલતાં એક ટાટા હીટાચી મશીન, એક સાદી રેતી ભરેલું ડમ્પર અને એક ટ્રેક્ટર જપ્ત કરી આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરાઇ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!