ડીસામાં દિપક હોટલ નજીક પિકઅપ ડાલા અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત

Share

ડીસામાં ગત મોડીરાત્રે દિપક હોટલ નજીક પિકઅપ ડાલાના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા પતિ પત્નીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખસેડાયા હતા.

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે ગત મોડીરાત્રે ડીસા ખાતે આવેલ દિપક હોટલ નજીક દારૂના નશામાં એક પિકઅપ ડાલાના ચાલકે એકટીવા ચાલકને અડફેટે લીધો હતો.

[google_ad]

એક્ટિવા ચાલકને ટક્કર મારતા પતિ-પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના બનતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108ને જાણ કરતાં 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

[google_ad]

તેમજ દક્ષિણ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમ જ દારૂના નશામાં પીકપ ડાલાના ચાલકની ડીસા દક્ષિણ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

[google_ad]

ઘાયલ થયેલાના નામ:-

વિપુલભાઈ ગણેશભાઈ પટેલ ઉંમર 28 રહે.ડીસા
વૈશાલીબેન વિપુલભાઈ પટેલ ઉંમર 26 રહે.ડીસા

 

From – Banaskantha Update


Share