થરાદમાં પોલીસે વિદેશી દારૂની બોટલો ભરેલી ઇકો ગાડી ઝડપી 4.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

- Advertisement -
Share

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ઇકો ગાડી બનાસકાંઠા એલ.સી.બી પોલીસે ઝડપી પાડી. જેમાં એલ.સી.બી પોલીસે ગાડીમાંથી 1321 જેટલી બીયરની બોટલ જપ્ત કરી, બે ઇસમોને પકડી પાડી કુલ 4,15,150નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાસકાંઠા એલસીબી પોલીસ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ખાનપુર ગામ નજીકથી ઇકો ગાડી દારૂ ભરીને હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે ઇકો ગાડીની વોચ રાખતા એક શંકાસ્પદ ઇકો ગાડી નંબર (GJ-27-AH-0431) રોકી તપાસ કરી હતી.
જે ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની બોટલ 1321 મળી આવી હતી. ઇકો ગાડી સહિત કુલ 4,15,150નો મુદ્દામાલ પકડી પાડી આરોપી સુરેશ ગણેશભાઇ વજીર તથા સંધા ગણેશભાઇ વજીર બંને રહે ખાનપુર તા.થરાદવાળાઓ વિરુદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!