કાંકરેજમાં 6 લોકોએ ઘરમાં ઘુસી પેટ્રોલ છાંટી બે ગાડીઓ સળગાવી દેતા ફરિયાદ નોધાયી

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના કુંવારવા ગામે અગાઉ થયેલ ફરિયાદની અદાવત રાખી મંગળવારે રાત્રે એક વાગ્યાના સમયે રાધનપુરના કેટલાક શખ્સોએ તેજાજી ચંદુજી ઠાકોરના કમ્પાઉન્ડમાં પડેલી એક કાર અને એક જીપડાલાને પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આ ઘટનાને લઇ 4 શખસો સહિત 2 મહિલા સામે ફરિયાદ નોંધાતા પોલીસે 6 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. કુંવારવા ગામે તેજાજી ચંદુજી ઠાકોર અને તેમનો પરિવાર રાત્રે વાળુંપાણી કરીને તેમના કમ્પાઉન્ડમાં સુઈ રહ્યા હતા.

[google_ad]

 

ત્યારે અચાનક એક માણસ કમ્પાઉન્ડનો વરંડો કૂદી રાધનપુરનો મોહસીનખાન ચાંદખાંન પઠાણ અંદર આવી કમ્પાઉન્ડનો દરવાજો ખોલી દેતા બીજા 2 મહિલા સહિત 5 વ્યક્તિઓ જે બહાર ઉભા હતા તે અચાનક કમ્પાઉન્ડમાં આવી જેમ-તેમ અપશબ્દો બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે, ‘તારી પત્નીએ કેમ અમારી વિરુદ્ધ ફરિયાદ કરી છે.’ તેમ કહી તેજાજી ઠાકોરને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા.

[google_ad]

ત્યારબાદ જયાબેનના હાથમાં પેટ્રોલનું ડબલું હતું તે મોહસીનખાને લઇ પેટ્રોલ ઘરમાં પડેલા ગોદડાં અને કપડાં ઉપર છાંટવા લાગ્યા હતા. અને આ તમામ લોકો કહેવા લાગેલ કે, ‘આજે તારું આખું ઘર સળગાવી નાખવું છે.’ આ સાંભળીને તેજાજીના બાળકો અને પત્ની ગભરાઇ ગયા અને બધાએ બુમા બુમ કરતા ઘરમાં સંતાઈ ગયા હતા.

[google_ad]

આ માથાભારે લોકોએ તેજાજીના બહાર પડેલા ખાટલા, ગોદડાં ઉપર પેટ્રોલ છાંટી બાળી નાખેલ અને ત્યારે બાદ આ લોકોએ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ કાર નંબર GJ-18-AH-2632 ઉપર પેટ્રોલ છાંટી અને તેની બાજુમાં પડેલ કેમ્પર ગાડી નંબર GJ-08- BH-7940 ઉપર પણ પેટ્રોલ છાંટી બંને ગાડી સળગાવી દીધી હતી.

[google_ad]

ત્યારે તેજાજીએ તાત્કાલિક પાણી લાવી આગ ઓલવવાની કોશિષ કરી પરંતુ કાર સંપૂર્ણ બળી ગઇ અને જીપડાલું પાણીના છંટકાવથી સળગતું બચી ગયું હતું. આ હૂમલાને લઇ તેજાજીએ શિહોરી પોલીસ મથકે 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં 6 આરોપીઓને ઝડપી લીધા હતા.

[google_ad]

ફરિયાદ થયેલ અને ઝડપાયેલ આરોપીઓ:-

1. મોહસીનખાન ચાંદખાન પઠાણ,

2. અમિત હસમુખભાઈ સોની (રહે.બંને રાધનપુર),

3. ચંદનજી સોવનજી ઠાકોર (રહે.દામા,તા.ડીસા),

4. જયાબેન અમિતભાઇ સોની (રહે.રાધનપુર),

5. ભારતીબેન ચંદનજી ઠાકોર (રહે.દામા-રામપુરા,તા.ડીસા),

6. મેંતુજી ચંદુજી ઠાકોર (રહે.કુંવારવા)

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!