પાલનપુરની કોર્ટે યુવક ઉપર જીવલેણ હુમલો કરનાર 4 આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

વર્ષ-2015 માં અપશબ્દો બોલવાના મુદ્દે ત્રણબત્તી આંબલી ચોકમાં ગલ્લાએ ઉભેલા યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી : પાલનપુરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશનો ચૂકાદો

 

પાલનપુરમાં વર્ષ-2015 માં અપશબ્દો બોલવાના મુદ્દે ત્રણબત્તી આંબલી ચોકમાં ગલ્લાએ ઉભેલા યુવક ઉપર 4 શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ અંગેનો કેસ પાલનપુરની ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે ચારેય આરોપીઓને આજીવન કેદ અને રૂ. 1,000 ના દંડનો હુકમ કર્યો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર ત્રણબત્તી આંબલી ચોકમાં તા. 2 નવેમ્બર 2015 ની રાત્રે ડાહ્યાભાઇ મોદીના ગલ્લે કલ્પેશકુમાર સુરેશભાઇ મોદી, ચેતનભાઇ અમરતભાઇ પઢિયાર, બનુભાઇ બાબુભાઇ દરજી અને ભરતભાઇ પસાભાઇ ચડોખીયા ઉભા હતા.
ત્યારે રાત્રે સાડા દસથી અગિયાર વાગ્યાના સુમારે ખારાવાસમાં રહેતો શાહરૂખ મુનીરભાઇ ઉર્ફે લાલાભાઇ પઠાણ ગાડી લઇને આવ્યો હતો અને મારા ભાઇને કોણે અપશબ્દો બોલ્યા તેમ કહ્યું હતું.
જ્યાં ચેતનભાઇએ તમારા ભાઇને કોઇએ અપશબ્દો નથી બોલ્યા તેમ કહ્યું હતું. તે દરમિયાન મુનીરખાન ઉર્ફે મુન્નો રૈયાઝહુસેન બલોચ, અસલમભાઇ ઉર્ફે બબલુ રૈયાઝખાન બલોચ, સરફરાઝખાન યુનુસખાન બલોચ ત્યાં દોડી આવ્યા હતા.
અને તલવાર, ધોકા, ચાકુ અને પાઇપોથી હુમલો કરી ચેતનભાઇને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. વચ્ચે છોડાવવા પડેલા ભરતભાઇ ચડોખીયા અને કનુભાઇ દરજીને પણ ઇજા પહોંચી હતી.
આ અંગે કલ્પેશભાઇ મોદીએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન આ અંગેનો કેસ પાલનપુરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ વિક્રમસિંહ બી. ગોહીલે જીલ્લા સરકારી
વકીલ નૈલેષ એમ. જોષીની દલીલો ગ્રાહ્ય રાખી ચારેય આરોપીઓને ઇ.પી.કો. કલમ-307, 143, 147, 148 અને 149 ના ગુનામાં આજીવન કેદ અને રૂ. 1,000 ના દંડની સજાનો હુકમ કર્યો હતો.

 

ચારેય આરોપીઓને 307 મુજબ કલમ-149 માં આજીવન કેદની સજા અને રૂ. 1,000 નો દંડ જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સજા

 

– ઇ.પી.કો. કલમ-147 માં 2 વર્ષની સખ્ત સજા અને રૂ. 500 નો દંડ જો દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા

 

– ઇ.પી.કો. કલમ-148 માં 3 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 500 નો દંડ જો દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!