ડીસામાં ટ્રેક્ટર બાબતે ઠાકોર પરિવારના 2 ભાઈ વચ્ચે થઇ મારામારી, મોટાએ નાના ભાઈને માથામાં લોખંડની પાઇપ મારી

- Advertisement -
Share

ડીસાના આખોલ મોટી ગામે ખેતરમાં ખેડવા માટે ટ્રેક્ટર પૂછ્યા વગર કેમ લાવ્યા છો..? તે બાબતે મોટાભાઈએ તેના નાનાભાઈને તેમજ તેની પત્નીને ભૂંડી ગાળો બોલી ગડદાપાટુનો મારમારી નાના ભાઈને માથાના ભાગે લોખંડની પાઇપ મારતા સારવાર માટે ડીસા સિવિલ ખસેડી નાનાભાઈની પત્નીએ તેના જેઠ સહિત તેમના પરિવાર વિરુદ્ધમાં ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

 

 

 

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આખોલ મોટી ગામે બે ભાઈના પરિવારમાં સર્જાઈ મારામારી. સમગ્ર ઘટનાની વાત કરી એ તો આખોલ મોટી ગામે રહેતા વિઠ્ઠલભાઇ પોપટજી ઠાકોર ખેત મજૂરી કરી ઘરનુ ગુજરાન ચલાવે છે.

વિઠ્ઠલભાઇ ઠાકોરના મોટા ભાઈ પ્રકાશભાઈ પોપટજી ઠાકોર બંનેના ભાગમાં ખેતરમાં ખેતી માટે ટ્રેક્ટર ભાગમાં લાવેલ ગત રોજ તારીખ 26-06-2021ના શનિવારના રોજ બપોરે વિઠ્ઠલભાઇ ઠાકોર તેમજ તેમની પત્ની રેખાબેન ઠાકોર ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડતા હતા તે દરમિયાન વિઠ્ઠલભાઇ ઠાકોરના મોટા ભાઈ પ્રકાશભાઈ ઠાકોર તેમજ તેમનો દીકરો જીજ્ઞેશભાઈ ઠાકોર બંને જણ ખેતરમાં આવેલ વિઠ્ઠલભાઇ ઠાકોરની પત્ની રેખાબેન ઠાકોરને કહેલ કે તમે ટ્રેક્ટર કોને પૂછીને ખેતરમાં ખેડવા લાવેલ છે.

 

 

 

ત્યારે વિઠ્ઠલભાઇની પત્નીએ કહેલ કે ટ્રેક્ટર તો આપણે ભાગમાં લાવેલ છે એમાં શું લેવા પૂછવાનું તેવું કહેતા પ્રકાશભાઈ ઠાકોર તેમજ તેમનો દીકરો જીજ્ઞેશભાઈ ઠાકોરમાં બેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલ ત્યારે ગાળો બોલવાનું ના કહેતા આ બંનેનું ઉપરાણું લઈ દોડીને આવેલ રેખાબેન ઠાકોરની જેઠાણી મંજુબેન પ્રકાશભાઈ ઠાકોર તેમજ તેમની દીકરી હીનાબને પ્રકાશભાઈ ઠાકોર ભૂંડી ગાળો બોલી રેખાબને ઠાકોરને ગડદાપાટુનો માર મારવા લાગેલ.

 

Advt

 

 

ત્યારે રેખાબેન ઠાકોરનો પતિ વિઠ્ઠલભાઇ ઠાકોર વચ્ચે પડી છોડાવા લાગેલ ત્યારે વિઠ્ઠલભાઇ ઠાકોરનો મોટો ભાઈ પ્રકાશભાઈ ઠાકોરે તેના નાના ભાઈ વિઠ્ઠલભાઇ ઠાકોરને માથાના ભાગે લોખંડની પાઇપ મારતા વિઠ્ઠલભાઇ ઠાકોરની પત્ની રેખાબેન ઠાકોર બુમાબુમ કરતા આજુબાજુના માણસો આવી જતા આ ચારે લોકો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતા રહેલ ત્યાર બાદ રેખાબને ઠાકોરે તેમના પતિ વિઠ્ઠલભાઇ ઠાકોરને માથાના ભાગે લોહી વધુ નીકળતા તાત્કાલિક પ્રાઇવેટ ગાડીમાં ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવેલ.

 

 

 

 

ત્યાર બાદ રેખાબેન ઠાકોરે તેના જેઠ પ્રકાશભાઈ પોપટજી ઠાકોર તેમજ તેમની જેઠાણી મજુબેન પ્રકાશભાઈ ઠાકોર તેમજ તેમના દીકરા જીજ્ઞેશભાઈ પ્રકાશભાઈ ઠાકોર તેમજ તેમની દીકરી હીનાબને પ્રકાશભાઈ ઠાકોર વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!