દિયોદરમાં ખેડૂતોનું આંદોલન મોડી રાત્રે સમેટાયું : તંત્રએ કેનાલમાં પાણી છોડવાની આપી બાહેંધરી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાં ગઈકાલે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાને લઈને આંદોલન શરૂ કરાયું હતું અને મોડી રાત્રે તંત્ર દ્વારા ખેડૂતોને 6 પમ્પિંગ શરૂ કરી સુજલામ સુફલામ રિચાર્જની લેખિતમાં બાંહેધરી આપતાં મોડી રાત્રે ખેડૂતોએ ધરણા સમેટાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના સમયમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો જળ આંદોલન શરૂ કર્યું છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર કાંકરેજ લાખણી સહિતના પાંચ તાલુકાના ખેડૂતો ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી પાણી નહીં તો વોટ નહીંના બેનર સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ધરણા પર બેઠા હતા.
જે બાદ મોડી રાત્રે ધરણા પર બેઠેલા ખેડૂતોને તંત્ર દ્વારા 6 પંપીંગ શરૂ કરી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની બાંહેધરી લેખિતમાં આપતા ગત મોડીરાત્રે ખેડૂતોએ ધરણા સમેટાયા હતા પરંતુ ખેડૂતો જણાવી રહ્યા છે કે, તંત્ર દ્વારા જે બાંહેધરી આપવામાં આવી છે તેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં નહીં આવે ખેડૂતો ફરી દિયોદર પ્રાંત કચેરી ખાતે ધરણાં યોજી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!