ગુજરાત રાજ્યના કુલ પૈકી 16 ટકા પશુધન ધરાવતા સરહદી બનાસકાંઠા જિલ્લાના પશુઓને આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પશુપાલન વિભાગ અને બનાસ ડેરી દ્રારા માનવીય આધાર કાર્ડની જેમ 22.77 લાખ પશુઓને કાન પર બાર આંકડાની યુનિક ટેગ લગાવીને પશુઓની આગવી ઓળખ ઉભી કરી 21 લાખ જેટલા પશુઓને રોગ પ્રતિકારક રસી આપવામાં આવી છે.
[google_ad]
સરકારના રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગ અને બનાસડેરી દ્રારા આગામી 31 જુલાઈ 2021 સુધીમા તમામ દુધાળા પશુઓની આગવી ઓળખ ઉભી કરવા અને માણસના આધાર કાર્ડની જેમ પશુઓના કાને 12 આંકડાનો યુનિક ટેગ લગાવવા નોંધણી હાથ ધરાઈ હતી.
[google_ad]
[google_ad]
જેમાં જિલ્લાના કુલ 28.60 લાખ ગાય, ભેંસ સહિતના પશુઓ પૈકીના 22.77 લાખ પશુઓને યુનિક ટેગ લગાવીને ઓનલાઈન પોર્ટલમાં જોડી દેવાયા છે. અને બાકીના 5.88 લાખ પશુઓને આગવી ઓળખ આપવા માટે યુનિક ટેગ લગાવવાની કામગીરી ચાલી રહી છે.
[google_ad]
જોકે, પશુને લગાવવામાં આવેલ યુનિક ટેગ ખેડૂતો માટે અનેક પ્રકારના ફાયદાકારક છે. આ ટેગથી પશુપાલકોના અમૂલ્ય પશુધનની આગવી ઓળખ થાય છે. કોઈ પશુ ખોવાઈ જાય તો તે પશુને શોધવામાં ટેગ મદદરૂપ બને છે.
[google_ad]
[google_ad]
તેમજ આ યુનિક આઈ.ડીથી પશુ પાલક નજીકના પશુ દવાખાનાની પણ સેવા મળી રહે છે. અને પશુપાલકને લોન લેવી હોય તો પણ ટેગ કામ લાગે છે. પશુને માનવીજ આધાર કાર્ડની જેમ યુનિક ટેગની આગવી ઓળખ અપાવવાના અભિયાનમાં જિલ્લા પશુપાલન વિભાગની 90 અને બનાસડેરીની 662 ટીમો જોડાઈ છે.
From – Banaskantha update