ડીસામાં ખાનગી ડોકટરો બન્યા લાચાર : ઓક્સિજનની અછત સર્જાતા કોરોના દર્દીઓને દાખલ કરવાનું કર્યું ઈનક્કાર

- Advertisement -
Share

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેમાં દરેક હોસ્પિટલો ઉભરાઈ ગયા છે. સતત કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે.

 

 

 

ત્યારે ડીસાના તમામ આઈ.સી.યુના ડોકટરો ઓક્સિજન વગર લાચાર થયા છે. નવા કોરોના દર્દીઓને એડમિટ કરવાનું પણ ના પાડી રહ્યા છે. જો ઓક્સિજનનો જથ્થો તાત્કાલીક ધોરણે ડીસામાં સરકાર દ્વારા પૂરો નહિ પાડે તો અનેક દર્દીઓના મોત થાય તેવી શકયતા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ કોરોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને ઓક્સિજનની પણ દર્દીઓની સંખ્યા વધવાના કારણે અછત સર્જાઇ રહી છે ત્યારે ડીસામાં પણ કોરોનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સાથે તમામ હોસ્પિટલ કોરોનાના દર્દીઓના કારણે ઉભરાઇ ગયા છે અને હાલ ડીસાના આઈ.સી.યુ હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ છે તેમને ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે થોડો સમય ચાલે તેટલો જ ઓક્સિજન હાલ પૂરતો છે.

 

 

 

 

 

ત્યારે ડીસાના ખાનગી હોસ્પિટલોમાં ICU ચલાવતા ડોક્ટરો લાચાર બન્યા છે ઓક્સિજનની અછત સર્જાતા નવા કોરોના દર્દીઓને એડમિટ કરવાનું પણ ના પાડી રહ્યા છે ત્યારે ડોક્ટરો જણાવી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે ડીસા ખાતે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડે અને જો ઓક્સિજનનો પૂરવઠો પૂરો નહીં પાડે તો ટપોટપ દર્દીઓના મોત થશે.

તેમજ વધુમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે અને જો અમારી હોસ્પિટલમાં દર્દીનું મોત થાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવે છે જેથી ખાનગી ડોકટરોએ કોરોનાના સમયમાં સ્ટાફ પણ ઓછો છે અને જે કોરોનાના દર્દીઓ દાખલ છે તેમને ઇન્જેક્શન તેમજ ઓક્સિજન માટે રાત દિવસ અમે મહેનત કરી અને દર્દીઓને સેવા કરી રહ્યા છીએ પરંતુ જે પ્રમાણે ઓક્સિજન તેમજ રેમ્ડેસીવીર ઇન્જેક્શનની અછતના કારણે અમે દર્દીઓને કોઈ જવાબ પણ આપી શકતા નથી.

જેથી કોરોનાના નવા દર્દીઓને એડમીટ કરવાની ના પાડી હતી અને સરકારને જણાવ્યું હતું કે તમે ડીસામાં કોઈ મોટી હોસ્પિટલ તૈયાર કરો જેમાં અમે ની: શુલ્ક દર્દીઓની સારવાર કરવા માટે તૈયાર છીએ.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!