ડીસાની કોર્ટે મારામારી કેસમાં 2 આરોપીઓને 7 વર્ષ અને 1 આરોપીને 3 વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૩ માસ અને 6 માસની સજાનો હુકમ કર્યો

 

ડીસા તાલુકાના ગેનાજી ગોળીયામાં રહેતાં પોપટજી ખેતાજી માળી આશરે પાંચેક વર્ષ અગાઉ ગેનાજી ગોળીયામાં રહેતાં ખીમાજી ખેતાજી માળીના ખેતર ઉપર તેઓના ભત્રીજા સાથે ચોકડી બનાવવાનું કામ કરતા હતા.

તે દરમિયાન ત્યારે આરોપી વંશાજી માલાજી માળી, જામાજી માલાજી માળી, પરેશકુમાર વંશાજી માળી અને જાલમસિંગ ભોમસિંગ દરબાર ત્યાં આવેલા અને અપશબ્દો બોલી કહેવા લાગેલ કે, અહીંયા ચોકડી ખોદી તો જાનથી મારી નાખીશું તેમ કહી લાકડીઓ અને ધારીયા વડે હુમલો કર્યો હતો.

 

અને ફ્રેક્ચર સહીતની ઇજાઓ પહોંચાડી હતી. જે બાબતનો કેસ ડીસા કોર્ટમાં ચાલી જતાં ડીસા કોર્ટે આ બાબતે તા. 04/05/2022 ના રોજ ચૂકાદો આપતાં તમામ આરોપીઓને ભારતીય દંડ સહીતની કલમ-504 અને 506 (2) માં કસૂરવાર ઠેરવી ત્રણેય આરોપીઓને અલગ-અલગ સજાના ચૂકાદા આપ્યા છે.

 

જેમાં આરોપી વંશાજી માલાજી માળી (રહે.ગેનાજી ગોળીયા) વાળાને 7 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5,000 નો દંડ ફટકાર્યો છે.

 

જ્યારે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-135 મુજબના ગુના માટે 1 માસની સાદી કેદની સજા જ્યારે આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે.

 

જ્યારે બીજા આરોપી જામાજી માલાજી માળી (રહે.ગેનાજી ગોળીયા) વાળાને પણ 7 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5,000 નો દંડ ફટકાર્યો છે.

 

જ્યારે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-135 મુજબના ગુના માટે 1 માસની સાદી કેદની સજા જ્યારે આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે.

 

જ્યારે ત્રીજા આરોપી જાલમસિંગ ભોમસિંગ દરબાર (રહે.ભડથ) વાળાને 3 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5,000 નો દંડ ફટકાર્યો છે.
જ્યારે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-135 મુજબના ગુના માટે 1 માસની સાદી કેદની સજા જ્યારે આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!