voguerre sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN

બનાસકાંઠામાં ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે જિલ્લામાં 14 કંટ્રોલ રૂમ શરૂ કરાશે

- Advertisement -
Share

ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી જીવદયા પ્રેમીઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરૂણા અભિયાન ચલવવામાં આવે છે. કરૂણા અભિયાન અંતર્ગત પાલનપુર મુકામે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. કરૂણા અભિયાન હેઠળ તા.10/01/2021 થી તા.20/01/2021 સુધી સવારના 7.00 થી 18.00 કલાક સુધી તમામ પશુ સારવાર કેન્દ્રો તથા કલેક્શન કમ ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે જરૂરી સુવિધા કાર્યરત રહેશે.

 

 

ઉત્તરાયણના પર્વ પ્રસંગે કોઇ વ્યક્તિ કે પશુ – પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં 16 જેટલાં તાલુકા નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સમગ્ર જિલ્લામાં 14 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. પક્ષીઓ બચાવવા માટે 83 ટીમો, 61 સરકારી સારવાર કેન્દ્રો, 48 સરકારી ર્ડાકટરો, 7 જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ અને 7 સ્વૈચ્છીક ર્ડાકટરો, 183 સ્વયંસેવકો, 122 વન વિભાગના કર્મચારીઓ ખડેપગે સેવા આપશે.

 

 

આ ઉપરાંત કરૂણા અભિયાન એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર- 1962 પર સંપર્ક કરી ઘાયલ પશુ-પક્ષીઓને સારવાર અપાવી શકાશે. જિલ્લામાં કુલ- 93 જેટલાં કલેક્શન કમ ટ્રીટમેન્ટ સેન્ટર ઉપર 183 સ્વંયસેવકો અને 8 વાહનો તૈનાત રખાશે. વાઇલ્ડ લાઇફ ડિવીઝનના ટોલ ફ્રી નં. 02742-257084 અને સામાજિક વનીકરણ વિભાગના ટોલ ફ્રી નં. 02742-257056 ઉપર ઘાયલ પશુ-પક્ષીઓની જાણકારી આપી શકાશે.

 

 

બેઠકમાં કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણનો તહેવાર પશુ-પક્ષી અને પર્યાવરણને નુકશાન ન થાય તેવી રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવાય તે જરૂરી છે. તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, પક્ષીઓના જીવ બચાવવા ચાઇનીઝ દોરીઓ અને તુક્કલનો ઉપયોગ ન કરવામાં આવે તેની તેકદારી રાખીએ. તેમણે કહ્યું કે, સવારે પક્ષીઓ માળામાંથી બહાર ચણવા નીકળે ત્યારે અને સાંજે પોતાના માળામાં પરત ફરે તેવા સમયે પતંગ નહીં ચગાવવા લોકોમાં અવેરનેસ લાવવામાં આવે. આ ઉપરાંત ઉત્તરાયણની સાંજે તુક્કલ ન ઉડાવવા અને ફટાકડા ન ફોડવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉતરાયણના તહેવાર દરમ્યાન ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરી અને તુક્કલનાં વેચાણ પર પ્રતિબંદ.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!