પાલનપુરના વાસણ (ધા) માં મહીલાને રૂ. 25 લાખની લોટરીની લાલચ આપીને અજાણ્યા શખ્સે છેતરપિંડીનો પ્રયાસ કરતાં ચકચાર

- Advertisement -
Share

લોટરીની પ્રોસેસ ન કરી સાઇબર ક્રાઇમમાં જાણ કરવી : વોટ્સએપમાં અજાણ્યા નંબરથી વોઇસ રેકોડીંગ સાથે કઇ રીતે પ્રોસેસ કરવી તે સમજાવવામાં આવે છે

 

પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામના એક મહીલાએ તાજેતરમાં નવો મોબાઇલ નંબર લીધો છે. હજુ તો આ નંબર ચાલુ કરાવ્યો હતો.
ત્યાં તેમના વોટ્સએપ નંબર ઉપર અજાણ્યા શખ્સે લોટરીની ટીકીટ સાથે વોઇસ રેકોડીંગ મોકલી તમને રૂ. 25,00,000 ની લોટરી લાગી છે. મુંબઇ એસ.બી.આઇ.માંથી મેળવી લેવા માટે પ્રોસેસ કરવાનો મેસેજ કર્યો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ઓનલાઇન ખરીદી, ઓનલાઇન જોબ અને ઓનલાઇન વીમા સહીતના માધ્યમથી છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે.

 

જેમાં હવે લોટરીની લાલચ આપી છેતરપિંડી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જ્યાં પાલનપુર તાલુકાના વાસણ (ધા) ના એક મહીલાએ નવો મોબાઇલ ફોન ચાલુ કરાવ્યો હતો કે તરત જ વોટ્સએપમાં અજાણ્યા શખ્સે વોઇસ મેસેજ કર્યો હતો.
જેમાં જણાવ્યું હતું કે, ‘તમારા નંબર ઉપર રૂ. 25,00,000 ની લોટરી લાગી છે. આપેલા નંબર ઉપર મુંબઇ એસ.બી.આઇ.માં માત્ર વોટ્સએપ કોલ કરીને તમારી વિગતો આપી લોટરીના નાણાં મેળવી લેવા જણાવવામાં આવે છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!