દિયોદર: જળ આંદોલનના ધરણામાં પોલીસે મંડપનો સામાન ન ઉતારવા દેતાં ખેડૂતોએ કર્યા સુત્રોચાર

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતો આજે દિયોદર પ્રાંત કચેરી ખાતે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાને લઈને ધરણા પર બેસવાના હતા ખેડૂતોએ ધરણા પર બેસવા પ્રાંત કચેરીએ ખેડૂતોએ મંડપ બાંધવા મંડપનો સામાન રિક્ષા લઈને બોલાવતા પોલીસે રિક્ષામાંથી મંડપનો સામાન ઉતારવાની દેતાં ખેડૂતોએ પોલીસની હાજરીમાં પ્રાંત કચેરીએ ઢોલ વગાડી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં આજે જળ આંદોલનની શરૂઆત થઇ છે. દિયોદર લાખણી કાંકરેજ સહિતના પાંચ તાલુકાના ખેડૂતો આજે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા આ બાબતને લઈને આજે હજારોની સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી પાણી નહીં તો વોટ નહીંના બેનરો સાથે ઢોલના તાલે નાયબ કલેકટર કચેરી ખાતે સરકાર સામે વિરોધ નોંધાવી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્ર પાઠવ્યા બાદ પ્રાંત કચેરી ખાતે ધરણા પર બેઠા હતા પાણીની માંગ સાથે શરૂ થયેલા જળ આંદોલનમાં પ્રાંત કચેરી ખાતે પોલીસનો કાફલો પણ ગોઠવાયો હતો મંડપ બાંધવાનો સામાન લઈને આવતા પોલીસે રિક્ષામાંથી સામાન્ય ઉતારતા રોક્યા હતા મંડપનો સામાન ન ઉતારવા દેતાં ખેડૂતોએ પોલીસની હાજરીમાં પ્રાંત કચેરીએ ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતો જણાવી રહ્યા છે કે કોઈપણ ભોગે યથાવત રાખવામાં આવશે.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!