ધાનેરાના બાપલાથી રાજસ્થાનને જાડતો રસ્તો ખખડધજ : રસ્તો તૂટતાં અકસ્માતનો ભય

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના બાપલાથી રાજસ્થાનને જોડતો રસ્તો ખખડધજ હાલતમાં થતાં વાહનચાલકોમાં ભારે મુશ્કેલી મૂકાઇ ગયા છે. ત્યારે સિંગલ પટ્ટીનો રસ્તો હોવાથી ખખડધજ હોવાના કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. જ્યારે બોર્ડર વિસ્તારમાં ભારે વાહનોની અવર-જવરથી ડામર તૂટી પડતાં રસ્તો સાવ બિસ્માર હાલતમાં થઇ ગયો છે.

[google_ad]

 

અનેક જગ્યાએ રોડમાંથી ખીલારી સહીત ડામર તૂટતાં ઉબડ-ખાબડ થઇ ગયો છે. દિવસ દરમિયાન ભારે વાહનોની અવર-જવરથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેથી ગ્રામજનોએ તાત્કાલીક ધોરણે માર્ગ અને મકાન વિભાગને નવો રોડ બનાવી આપવાની માંગ કરી છે.

 

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં નવા રોડ રસ્તાઓ બનાવવા ગુજરાત સરકાર દ્વારા મોટી મોટી ગ્રાન્ટો ફાળવે છે પરંતુ માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાવાળુ કામ કરી પુરૂ કરી દેતાં હોય છે. ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર આચરતાં હોય છે. ત્યારે ધાનેરા તાલુકાના બાપલાથી રાજસ્થાનને જાડતો રસ્તો સાવ બિસ્માર હાલતમાં થઇ ગયો છે. અવર-જવર કરતાં વાહનચાલકોમાં ભારે રોષ ભભૂક્યો છે.

[google_ad]

 

જેથી સિંગલ પટ્ટીના રસ્તાના કારણે ઉબડ-ખાબડ થતાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જ્યારે આ રસ્તો બોર્ડર વિસ્તારમાં હોવાથી ભારે વાહનોની અવર-જવર રહે છે. જેના કારણે અનેક જગ્યાએ રોડમાંથી ખીલારી સહીત ડામર તૂટી જતાં ખખડધજ હાલતમાં થઇ ગયો છે. જ્યારે અનેક જગ્યાએ કાચો રસ્તો બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. દિવસ દરમિયાન ભારે વાહનોની અવર-જવરથી ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે ગ્રામજનોએ તાત્કાલીક ધોરણે માર્ગ અને મકાન વિભાગમાં નવો રોડ બનાવી આપવાની માંગ કરી છે.

[google_ad]

Advt

 

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘ધાનેરા તાલુકાના બાપલા ગામથી રાજસ્થાનને જાડતો મુખ્ય માર્ગ છે. ત્યારે આ સિંગલ પટ્ટીનો રોડ ખખડધજ હાલતમાં બન્યો છે. જ્યારે બોર્ડર વિસ્તારમાં ભારે વાહનોની અવર-જવરથી ડામર તૂટી પડતાં રસ્તો સાવ બિસ્માર હાલતમાં થઇ ગયો છે. આ રસ્તાને બંને બાજુએ પહોળો કરે તો અવર-જવર કરતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભોગ ન બને તે માટે માંગ કરાઇ છે. જેથી ગ્રામજનોએ કંટાળી માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે.’

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!