અમૂલ દૂધ ના રૂ. 2 પ્રતિ લીટરનો ભાવ વધારો કરાયો : 1 જુલાઈથી અમલમાં થશે

- Advertisement -
Share

કોરોનાના સંકટ વચ્ચે મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય માણસના માથે વધુ એક બોજો ઝીંકાયો છે. પહેલી જુલાઈ એટલે કે ગુરૂવારથી અમૂલ દૂધ રૂ. 2 પ્રતિ લીટર મોંઘુ થઈ જશે. આવતીકાલથી જ દેશના તમામ રાજ્યોમાં નવા રેટથી અમૂલ દૂધ મળશે.

 

 

અમૂલની તમામ મિલ્ક પ્રોડક્ટ અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ ટી-સ્પેશિયલ, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમમાં રૂ. 2 પ્રતિ લીટરના હિસાબથી વધારો થશે. મતલબ કે પહેલી જુલાઈથી દિલ્હી, એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં અમૂલ દૂધનો ભાવ વધી જશે. આશરે 1.5 વર્ષ બાદ અમૂલ દ્વારા આ પ્રકારે ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે.

 

 

 

જાણવા મળ્યા મુજબ નવો ભાવ લાગુ થયા બાદ અમૂલ ગોલ્ડની કિંમત રૂ. 58 પ્રતિ લીટર થઈ જશે.

 

 

 

ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટના કારણે છેલ્લા દોઢેક વર્ષથી લોકોના કામકાજ પર ભારે અસર પડી છે. આ બધા વચ્ચે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશના અનેક ક્ષેત્રોમાં પેટ્રોલ રૂ.100 પ્રતિ લીટર કરતા પણ ઉંચા ભાવે વેચાઈ રહ્યું છે. આ બધા વચ્ચે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવની અસર દૂધના રેટ પર પડતી જોઈ શકાય છે. લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા વચ્ચે બજાર સતત ખુલી અને બંધ થઈ રહ્યા છે. આ સંજોગોમાં લોકોના રોજગાર પર વ્યાપેલા સંકટ વચ્ચે વધી રહેલી મોંઘવારી ચિંતાનો નવો વિષય છે

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!