ડીસામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સંદર્ભે બેઠક યોજાઇ

- Advertisement -
Share

સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખે સમિતિના મંત્રી અને ખજાનચીને હીસાબો રજૂ કરવા તાકીદ કરી : છેલ્લા ઘણા વર્ષોથી મંત્રી અને ખજાનચી હીસાબો રજૂ કરતા ન હતા

 

વર્ષોથી ડીસા નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરતી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ અને ટ્રસ્ટમાં 2 ફાડ પડી છે.
આવનારી અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સંદર્ભે હઠીલા હનુમાન ખાતે સમિતિ અને ગ્રામજનોની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ અને ધારાશાસ્ત્રી ગંગારામભાઇ પોપટ, ગામ અગ્રણી બાદરસિંહ વાઘેલા, સુરેશભાઇ પુરોહીત, જાણીતા કથાકાર કિશોરજી શાસ્ત્રી, બળદેવભાઇ રાયકા,
નિલેષભાઇ ઠાકોર, જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશભાઇ શર્મા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક માટેના એજન્ડામાં સમિતિના પ્રમુખ ગંગારામભાઇ પોપટે સમિતિના મંત્રી દશરથભાઇ રાજગોરને ગત વર્ષના હીસાબો રજૂ કરવા સુચના આપી હતી પરંતુ સમિતિના મંત્રી દશરથભાઇ રાજગોર બેઠકના

સમયે ટ્રસ્ટ અને સમિતિના તમામ દસ્તાવેજો સાથે નદારત રહેતાં સમિતિ અને ટ્રસ્ટના હોદ્દેદારો રોષે ભરાયા હતા.

આ અંગે ચાલુ બેઠકમાં ટ્રસ્ટના મંત્રી દશરથભાઇ રાજગોરને ફોન કરવા પ્રયાસ કરાયા હતા પરંતુ તેઓએ ફોન રીસીવ કરવાનું ટાળ્યું હતું.

ટ્રસ્ટના હીસાબો અને તમામ દસ્તાવેજો મેળવવા માટે બેઠકમાં ઠરાવો કરાયા હતા અને પ્રમુખને નોટીસ આપ્યા બાદ નવી બેઠકના સમયે એટલે કે આવતાં રવિવારે તા. 29/05/2022 સુધીમાં જો હીસાબો અને

 

દસ્તાવેજો રજૂ ન થાય તો અધ્યક્ષે કાયદાકીય કાર્યવાહી કરવાની ચિમકી આપી હતી અને સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ ફરી વિવાદમાં આવી છે.

 

પૂર્વમાં પણ સમિતિ અને ટ્રસ્ટના હોદ્દા માટે વિવાદો સર્જાયા હતા. જે વિવાદો વચ્ચે સમિતિના પ્રમુખ તરીકે ગંગારામભાઇ પોપટની નિયુક્તિ થતાં વિવાદો થાળે પડયા હતા. પરંતુ હવે સમિતિના પ્રમુખે જ સમિતિના મંત્રી અને ખજાનચી સામે મોરચો ખોલ્યો છે.

 

આ અંગે ફરીથી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક આવતાં રવિવારે તા. 29/05/2022 ના રોજ સાંજે 5:00 કલાકે રાખેલ છે અને આ બેઠકમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ અને ટ્રસ્ટના તમામ હોદ્દેદારો,
કાર્યકરો અને રથયાત્રામાં સહયોગ આપનાર તમામ ગ્રામજનોને પ્રમુખ દ્વારા આમંત્રણ આપી હાજર રહેવા અનુરોધ કરાયો છે.

 

 

From-Banaskantha upadate

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!