અંબાજીમાં નવયુગલે ભેટની રૂપિયા ૧.૧૧ લાખની રકમ પીએમ કેર ફંડમાં અર્પણ કરી

- Advertisement -
Share

કોરોના સામે જંગ ચાલી રહ્યો છે ત્યારે કોરોના ના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં ફુલોની સુગંધ પ્રસરાવતી ઘટના જાણવા મળી છે. અહીંના એક નવપરણિત યુગલને લગ્ન પ્રસંગે મળેલી ભેટ તેમજ શુભેચ્છાની રકમમાં ખૂટતા નાણાં ઉમેરીને કોરોના સામે જંગમાં મદદરૂપ થવા પીએમ કેર ફંડમાં આ રકમ અર્પણ કરી છે. આ યુગલે જિલ્લા કલેકટર સંદીપ સાગલે ને રૂપિયા 1.11 લાખનો ચેક પાલનપુર આવીને આપ્યો હતો. નવયુગલની આ પ્રેરણાદાયી પહેલ એક મિસાલ બની છે.

 

 

તારીખ ૧૨ મે 2020ના પવિત્ર દિવસે અંબાજી ખાતે રહેતા ભદ્રેશભાઈ પંડ્યા ના દિકરા જીમી ના લગ્ન વડોદરાના રાજેશભાઈ શેઠની દીકરી મૈત્રી સાથે દેશમાં ચાલી રહેલી કોરોના ની મહામારીને લઈને ખૂબ જ સાદગીભર્યા માહોલમાં સંપન્ન થયા હતા. માત્ર વીસ જ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં સમગ્ર લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. લગ્ન પછી જીમી અને મૈત્રી વર-વધુના પરિધાનમાં જ પાલનપુરની જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને રૂપિયા 1,11,111/- નો ચેક પ્રધાનમંત્રી કેર ફંડમાં બનાસકાંઠા જિલ્લાના કલેકટર સંદીપ સાંગલે ને આપ્યો હતો. આ નવયુગલે સગા-સંબંધી અને મિત્રો તરફથી આશીર્વાદ રૂપે મળેલી ભેટની રકમમાં ખૂટતી રકમ તેમાં ઉમેરીને ચેક અર્પણ કર્યો હતો. જોકે લગ્ન પહેલા જીમીના પરિવારજનોએ દાંતાની મામલતદાર કચેરી ખાતેથી લગ્ન યોજના અંગેની પરવાનગી મેળવી હતી. જેમાં ઉપસ્થિત રહેલા તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. લગ્નમાં ઉપસ્થિત તમામ લોકોએ મોંઢા ઉપર માસ્ક બાંધી સરકારે જાહેર કરેલી કોરોના ની ગાઇડ લાઈન નું પાલન કર્યું હતું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યુ હતું. જિલ્લા કલેકટર સંદીપ સાગલે એ પણ નવયુગલની આ પહેલને બિરદાવી હતી, અને નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભદ્રેશભાઈ પંડ્યા અને દશરથભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!