ડીસા નગરપાલિકામાં વર્ષ 2021-22 ના બજેટ અંગે બેઠક યોજાઈ : વિરોધ વચ્ચે સર્વાનુમત્તે બજેટ કરાયું મંજૂરી

- Advertisement -
Share

તાજેતરમાં ડીસા નગરપાલિકામાં 11 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં 44 બેઠકોમાંથી 27 બેઠકો ભાજપે પ્રાપ્ત કરી પાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યા બાદ મંગળવારે બજેટ મંજુર કરવા માટે પાલિકામાં પ્રથમ બેઠક મળી હતી.

 

 

જેમાં નવી બોડીએ આજે વર્ષ 2021-22નું નવું અંદાજપત્ર રજૂ કર્યું હતું. નવા અંદાજપત્ર માટે મળેલી બેઠકમાં વિપક્ષના હોબાળા વચ્ચે પણ સર્વાનુમતે પાલિકાનું બજેટ મંજૂર કરાયું હતું.

 

 

ડીસા નગરપાલિકામાં મંગળવારે નવી બોડીની પ્રથમ બેઠક બજેટ માટે બોલાવવામાં આવી હતી નગરપાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી વર્ષના અંદાજપત્ર માટે બોલાવવામાં આવી હતી.

 

 

આ બેઠકની શરૂઆત ગત વર્ષની 17 કરોડ 18 લાખ 20 હજારની ઊઘડતી સિલક સાથે કરવામાં આવી હતી અને આગામી વર્ષ 2021 2022 માટે 207 કરોડ 85 લાખ 12 હજારના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી.

 

 

જ્યારે 194 કરોડ 59 લાખની આવક દર્શાવવામાં આવી હતી. આજે સભાની કાર્યવાહી શરૂઆત થતાની સાથે જ અપક્ષ અને વિપક્ષ દ્વારા સ્થાનિક ધારાસભ્યની અંદાજપત્રની બેઠકમાં હાજરીને લઈ હોબાળો મચાવ્યો હતો.

 

 

જેથી થોડા સમય માટે નગરપાલિકામાં ગરમા ગરમીનો માહોલ સર્જાઈ ગયો હતો આ બેઠકમાં ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી ધારાસભ્ય શશીકાંત પંડયા ઉં.પ્રમુખ સવિતાબેન હરિયાળી પાલિકાના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.

 

 

આ અંગે નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરે જણાવ્યુ હતું કે વિપક્ષનું કામ આક્ષેપ કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીની નવી ચૂંટાયેલી સરકાર દ્વારા ડીસા શહેરના વિકાસ માટે કટિબધ્ધતા દર્શાવી છે અને આગામી સમયમાં શહેરમાં અનેક વિકાસના કાર્યોને વેગ આપવામાં આવશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!