દિયોદર પ્રાંત કચેરી ખાતે ખેડૂતોએ પાણીને લઈ આવેદનપત્ર પાઠવ્યું

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ ટ્રેકટર રેલી યોજી પાણી નહીં તો વોટ નહીંના નારા સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ધરણા યોજ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર જળ આંદોલન શરૂ કરાયું છે દિયોદર લાખણી કાંકરેજ સહિતના પાંચ તાલુકામાંમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતોએ અગાઉ ગામડે ગામડે ઢોલના તાલે પાણી નહીં તો વોટ નહીં ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને ખેડૂતોએ આહ્વાન કર્યું હતું કે અખાત્રીજના દિવસે બધા ખેડૂતો ભૂમિ પૂજન કરી સુભલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે ધરણા કરીશું પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની માંગ ન સ્વીકારાતાં આખરે આજે ખેડૂતો મોટી સંખ્યામાં પાંચ તાલુકાના ખેડૂતો ભેગા થઈ સણાદર ખાતેથી ટ્રેક્ટર રેલી યોજી દિયોદર પ્રાંત કચેરી ખાતે હાથમાં પોસ્ટર લઈશ પાણી નહીં તો વોટ નહીંના નારા સાથે દિયોદર પ્રાંત કચેરી ગુજી ઉઠી હતી.
નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી સુજલામ સુફલામ કેનાલમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું પણ જ્યાં સુધી ખેડૂતોની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી દિયોદર પ્રાંત કચેરી ખાતે ધરણા યથાવત જોવા મળશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!