અમીરગઢમાં CCTV વિડીઓ આપવાની ના કહેતા હોટલમાં તોડફોડ અને મારકૂટ

- Advertisement -
Share

અમીરગઢના ધનપુરા ઢોલીયા નજીક સીસીટીવીના ફૂટેજ ન આપતાં હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે ત્રણ શખ્સો સામે નામજોગ સહિત ટોળા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

 

અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલીયા ગામ નજીક આવેલી હોટલમાં આવેલા સરોત્રાના પુરણસીંગ, શયામસીંગ, નિકુલસીંગે સીસીટીવી કેમેરાના ફૂટેજની માંગણી કરી હતી. જોકે, હોટલના કર્મચારી હસમુખભાઇએ શેઠને કહી પોલીસ દ્વારા ફૂટેજ મળશે તેમ કહેતા ત્રણેય શખ્સો અને 15થી વધુ શખ્સોનું ટોળું ઉશ્કેરાઇ ગયું હતુ.

 

જેમણે હસમુખભાઇ અને તેમના દિકરા સુરેશભાઇના માથામાં લોખંડની ખુરશી મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ હોટલની ખુરશીઓ, ચાના કાઉન્ટરો કાચ, ટેબલ, ફૂલછોડના કુંડાની તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું હતુ અને હોટલ બંધ કરીને જતા રહેજો નહીંતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ અંગે હોટલના માલિક ડીસાના ભાસ્કરકુમાર અશોકભાઇ ભરતીયાએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!