દાંતીવાડા તાલુકાના નિલપુર ગ્રામજનો ગટરલાઈન જેવી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત

- Advertisement -
Share

લેખિત ફરિયાદ કરતા સરકારી દફતરે ગામમાં ગટરલાઈન બનાવી દેવાઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ

 

 

દાંતીવાડા તાલુકાના નીલપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઈનના અભાવે ગામના રસ્તાઓ લોકોને ચાલવા લાયક નથી રહ્યા અને લોકો મજબૂર બની દિનભર કીચડમાં ચાલી રહ્યા છે. ત્યારે વર્ષોથી સમસ્યા બની ચૂકેલા ગટરલાઇનના મુદ્દે લોકો હવે જો ચોક્કસ નિરાકરણ ન આવે તો આ મુદ્દે ઉપર સુધી રજૂઆતો કરવા મક્કમ બન્યા છે અને આ બાબતે મંગળવારે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

 

 

દાંતીવાડા તાલુકાના નીલપુર ગામમાં ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન સૂત્રને અનુરૂપ પણ ગામને સ્વચ્છ બનાવવા યોજનાનો લાભ નથી આપવામાં આવતો નીલપુર ગામને મુખ્ય એવી ગટરલાઇનની પ્રાથમિક સુવિધા આજ દિન સુધી નથી મળી. આ બાબતે ચૂંટણી ટાણે વાયદા અપાય છે અને તેને ભુલાય છે. લોકોની અનેક વખતની રજૂઆતો આજ દિવસ સુધી પોકળ સાબિત થઈ છે

 

 

લોકો ગટર લાઈનના અભાવે પાણીનો નિકાલ રસ્તાઓ ઉપર થતો હોય ગંદકીમાં ચાલી રહ્યા છે. સમગ્ર સમસ્યા બાબતે હવે ગામ લોકો 9 ગટર લાઈન બને અને ગામમાંથી ઘર વપરાશના પાણી તેમજ વરસાદી પાણીનો નિકાલ થાય તેમજ રસ્તાઓમાંથી કાયમ માટે ગંદકીથી રાહત સાથે છુટકારો મળે તેવી માંગ સાથે છેક ગાંધીનગર સુધી પણ જરૂર પડે લેખિત રજૂઆતો કરવા મક્કમ તૈયારી કરી બેઠા છે.

 

 

ઘણા સમયથી માંગણીઓ કરવા છતાં ગામમાં ગટર લાઈન બનાવામાં ન આવતી હોય લોકોને સરકારી દફતરે ગટરલાઈન બનાવી દેવાઈ હોવાની પણ આશંકા છે ત્યારે મંગળવારે ગામના કેટલાક જાગૃત લોકો દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

 

 

દાંતીવાડા સમગ્ર તાલુકાના લગભગ ગામોમાં વિકાસના કામોમાં માત્ર આરસીસી રોડ અને દિવાલ બનાવી દેવાયા બાદ તેની ઉપર સિમેન્ટ મજબૂતાઈ માટે પાણી છાંટવામાં જ ન આવતું હોવાની અનેક ગામોમાં લોકો રજૂઆત કરતા હોય છે. અને સરવાળે સરકારી ગ્રાન્ટોના ખર્ચ કરેલા નાણાનો લોકોના વિકાસના નામે દુરઉપયોગ કરાય છે.

 

 

સરકારી નાણા ખર્ચ કરેલા આર.સી.સી.રોડ એકાદ વર્ષના સમયગાળામા જ કેટલાક ગામોમાં રોડમાં ખાડા પડવાનું શરૂ થાય છે ને સરપંચનો પાંચ વર્ષોનો કાર્યકાળ પૂર્ણ થતાં પહેલાં જ રોડની દશા એકદમ ના બરાબર બની જાય છે. ત્યારે આવા હલકી ગુણવત્તાવાળા કામોમાં તાલુકાના જવાબદાર એન્જીનીયરો પણ, ખોટા કામોમાં મિલીભગત કરી કોન્ટ્રાક્ટરોના બિલોના નાણાં ચૂકવાઈ જાય છે ત્યારે સવાલ એ ઊઠે છે કે શું કોઈ જાતનું નિરીક્ષણ કરાય છે કે કેમ ?

 

 

આવા ભાગીદારીના વિકાસના કામમાં, ઘણા ગામોની પાયાની સુવિધાઓમાં ધ્યાન નથી આપવામાં આવતું અને લોકો સદંતર આવી અનેક સમસ્યાઓને વેઠવા મજબૂર બની રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!