પાલનપુરમાં ભૂલી પડેલી કર્ણાટકની મહિલાને સખીવન સ્ટોપએ રૂબરૂ જઈ સહી સલામત વતન પહોંચાડી

- Advertisement -
Share

પાલનપુરમાં બે મહિના અગાઉ ભૂલી પડેલી કર્ણાટકની મહિલાને પાલનપુરના બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત સખીવન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી હતી. જ્યાંની ટીમે કર્ણાટક પોલીસ સાથે ફોન ઉપર વાત કરાવી વતનનું સરનામું મેળવ્યું હતું અને પોલીસ એસકોર્ટ સાથે જઇ કર્ણાટકના હાસન સખીવન સ્ટોપ સેન્ટરમાં રૂબરૂ મુકી આવ્યા હતા. જ્યાંથી હવે પરિવારજનોને સોંપવામાં આવશે.

 

પાલનપુરમાંથી 12 જુલાઇ 2022ના દિવસે 181 અભયમની ટીમ દ્વારા એક અજાણી મહિલાને પાલનપુરના બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત સખીવન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી હતી. આ અંગે સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલિકા મધુબેન વાઘેલાએ જણાવ્યું કે, બે માસ સુધી સતત કાઉન્સિંલીગ કરવામાં આવ્યું હતુ.
દરમિયાન કર્ણાટક પોલીસ કંટ્રોલમાં જાણ કરી આ બહેન સાથે વાત કરાવતાં તે કર્ણાટકના હાસનપોતાની જીલ્લાના બેલુર તાલુકાના કટેશન હેલી ગામની હોવાનું જણાવ્યું હતુ. જ્યાં પોલીસે તપાસ કરતાં તેનો પતિ ઘરે ન હોવાનું જાણવા મળ્યું હતુ. આથી તેણીને હાસન સખીવન સ્ટોપ સેન્ટરમાં મુકી જવાનું કહેતા કેન્દ્ર સંચાલિકા મધુબેન વાઘેલા પોલીસ એસકોર્ટ સાથે રૂબરૂ જઇ ત્યાં મુકી આવ્યા હતા.
મહિલાને હાસન સખીવન સ્ટોપ સેન્ટરમાં સોંપવામાં આવી હતી. જ્યાં તેણીએ ખુશી વ્યકત કરી હતી અને જણાવ્યું હતુ કે, ફરવા નીકળી હતી. દરમિયાન ભૂલી પડતાં પાલનપુર પહોંચી ગઇ હતી. જોકે, ગુજરાતી-હિન્દી ભાષા આવડતી ન હોવાથી મુશ્કેલીમાં મુકાઇ હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!