પાલનપુરમાં હીન્દુ યુવા સંગઠને આઇ.સી.યુ. માં દાખલ દર્દીની સારવાર કરાવી

- Advertisement -
Share

 

 

4 દિવસ અગાઉ અમને પાલનપુરમાંથી કોલ આવ્યો હતો કે, એક ભાઇને કિડનીમાં પાણી ભરાઇ ગયું હતું અને આઇ.સી.યુ. માં દાખલ છે. રૂપિયા ન હોવાથી સારવાર બંધ કરી છે. મદદ થાય તો કરો. જેથી આમનો જીવ બચી જાય.

 

 

 

આ અંગે નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘તેઓ તાત્કાલીક પાલનપુર સ્વસ્તિક આઇ.સી.યુ. માં ગયા હતા અને એમના પરિવાર સાથે વાત કરી હતી. તો જાણવા મળ્યું કે, અગાઉ આ ગોવિંદભાઇ પટણી રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને અકસ્માતના કારણે કમરમાં નસ ફાટી જવાથી પથારી વશ થયા હતા.

 

 

એમને નાની બે દીકરીઓ અને અને એક દીકરો છે અને ડીસાના ભોપનગર વિસ્તારમાં રહે છે. હાલ એમના પત્ની શાકભાજી વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. પણ હાલ ગોવિંદભાઇને કિડનીમાં પાણી ભરાતાં બે દિવસથી પાલનપુર આઇ.સી.યુ. માં દાખલ છે.’

 

 

અમે અને પાલનપુરમાં હીન્દુ યુવા સંગઠન પ્રમુખ પંકજભાઇ બારોટ તબીબ ઉમંગ વૈષ્ણવને મળીને સારવાર ચાલુ કરાવી હતી અને 4 દિવસ સારવાર કરાવી ઘરે સ્વસ્થ ખાનગી વાહનમાં મોકલાયા હતા. સંપૂર્ણ ખર્ચ સંગઠને કર્યો હતો અને તબીબ દ્વારા માનવતા રાખી બીલમાં પણ રાહત કરાઇ હતી.

 

 

સંગઠનના અધ્યક્ષ નીતિનભાઇ સોની, દિપકભાઇ કચ્છવા, પંકજભાઇ બારોટ, ચકાભાઇ ઠાકોર, પ્રકાશસિંહ સોલંકી, જીગાભાઇ (ભોયણ), ઘનશ્યામભાઇ સોની, જયદીપભાઇ ચોખાવાલા, વિપુલભાઇ ઠક્કર, જીતુભાઇ ડાભી, મહેશભાઇ માળી અને બિંગ ટુ ગેધર ગૃપના સહયોગથી આઇ.સી.યુ. બીલ, દવાનું બીલ અને સીટી સ્કેનનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!