પાલનપુર નજીકથી ટ્રકમાં કતલખાને લઇ જવાતાં 13 પશુઓ જીવદયાપ્રેમીઓએ બચાવ્યા

Share

 

પાલનપુર-આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા નજીકથી જીવદયાપ્રેમીઓએ રવિવારે રાત્રે ટ્રકમાં કતલખાના લઇ જવાતાં 13 પશુઓ બચાવી લીધા હતા. આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે મહેસાણાના ખેરાલુ તાલુકા મહેકુબપુરાના શખ્સની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર-આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા નજીકથી પશુઓને કતલખાને લઇ જતી ટ્રક પસાર થતી હોવાની બાતમી મળતાં દાંતીવાડા નીલપુર કોલોનીના જીવદયાપ્રેમી હીમાલયકુમાર રમેશભાઇ માલોસણીયા, મનિષભાઇ નારણાજી ભાટ અને દિનેશભાઇ હરદાસભાઇ ચૌધરી સહીત જીવદયાપ્રેમીઓએ વોચ ગોઠવી હતી.

 

જ્યાં આવેલી ટ્રક નં. GJ-02-Z-7971 ને ઉભી રખાવી અંદર તપાસ કરતાં ખીચોખીચ હાલતમાં અને ઘાસચારા-પાણીની વ્યવસ્થા કર્યાં વિના કતલખાને લઇ જવાતી 13 ભેંસો મળી આવી હતી.

 

આ અંગે પોલીસ મથકે જાણ કરતાં પાલનપુર તાલુકા પોલીસે ટ્રક ચાલક મહેસાણાના ખેરાલુ તાલુકા મહેકુબપુરાના અકરમખાન અયુબખાન બલોચને ઝડપી લીધો હતો. પીરોજપુરાથી પશુઓ રાજસ્થાન લઇ જવાતા હતા.

 

પાલનપુર ખેમાણા ટોલનાકા નજીકથી ઝડપાયેલી ટ્રકમાં 13 ભેંસો ભરવામાં આવી હતી. જે વડગામ તાલુકાના છાપી નજીક આવેલા પીરોજપુરામાંથી ભરવામાં આવી હતી અને રાજસ્થાનના સોજત લઇ જવાતી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share