મહીલા વકીલના ઘરે દૂધ આપવા આવતા ટપોરી યુવક સામે ફરિયાદ નોંધાઇ

Share

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી મહીલા વકીલના ઘરે દૂધ આપનાર વ્યક્તિએ તેને જીવવુ મુશ્કેલ કરી દીધું છે. કંટાળીને મહીલાએ દૂધ લેવાનું બંધ કરી દીધું તેમ છતા મહીલા વકીલને ગમે ત્યાં રોકીને તેને લગ્ન કરવા દબાણ કરતો હતો. તેમજ ધમકી આપીને કહેતો કે, જો તું મારી ન થઇ તો કોઈની નહિ થવા દઉ. આ સતત ધમકીઓના કારણે મહીલાએ ટપોરી જેવા યુવક સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલા વિસ્તારમાં રહેતી નિશા( નામ બદલ્યું છે ) ભણેલી ગણેલી મહીલા છે. પરિવાર સાથે રહેતી નિશા વકીલાત કરે છે. આજથી 4 વર્ષ પહેલાં તેમના ઘરે રોજ પંકજ રબારી નામનો યુવક દૂધ આપવા આવતો હતો.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

 

પણ તેની નજર ખરાબ હોવાથી તેને આ વાત પરિવારને કહી જેથી પરિવાર દૂધ વાળાનું દૂધ લેવાનું બંધ કરી દીધું હતું. દૂધ આપવા આવતો હોવાથી પંકજ પાસે મહીલા વકીલનો નંબર હતો. જેથી દૂધ બંધ કરાવ્યા બાદ પણ તે તેને ફોન કરીને હેરાન કરતો અને મારે તારી સાથે લગ્ન કરવા છે એટલે તું મારી સાથે વાત કર એમ કહેતો હતો. જો કે, મહીલાએ મારે તારી સાથે વાત નથી કરવી અને લગ્ન પણ નથી કરવા એટલે ફોન ના કર તેમ કહ્યું હતું.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

તેમજ છતાં પંકજ મહીલાને સતત ફોન-મેસેજ કરતો હતો. જેથી કંટાળીને મહીલાએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. જો કે, મહિલા જ્યારે ઘરેથી ગુજરાત હાઈકોર્ટમાં કામ અર્થે જતી ત્યારે પંકજ ખરાબ દાનત રાખીને તેનો પીછો કરતો હતો. તેનું બાઈક મહીલાની પાસે ઉભું રાખીને મારો નંબર બ્લોક કેમ કર્યો તેમજ કહેતો હતો.

[google_ad]

advt

મહીલાએ પણ મારે તારી સાથે વાત નથી કરવી એટલે તુ મારો પીછો ન કર તેમ કહ્યું હતું. ત્યારે પંકજ ગોતામાં એક પ્રેમીએ યુવતીની માને જાહેરમાં ચપ્પુ માર્યું હતું તેનો દાખલો આપીને ડરાવતો હતો. પંકજ કહેતો કે તું મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો ગોતામાં જે થયું તે તારી સાથે થશે.

[google_ad]

 

વાત એટલામાં અટકી કહીં, ઘણીવાર તે મહીલાને તુ મારી સાથે વાત નહીં કરે તો હું આપઘાત કરી લઈશ તેમ કહીં ઈમોશનલી હેરેસમેન્ટ પણ કરતો હતો. યુવકની ધમકીઓથી મહીલા વકીલ ડરી ગઈ હતી અને પોતાના પરિવારને કોઈ નુકશાન ન પહોંચે તે માટે તેણે આ વાતની જાણ કોઈને કરી ન હતી. જોકે અંતે કંટાળીને મહીલા વકીલે તા. 23 સપ્ટેમ્બરના રોજ સોલા પોલીસમાં લેખિત અરજી કરી હતી. ત્યારબાદ પોલીસે પંકજને બોલાવ્યો અને આવું ફરી નહીં કરે તેવી બાંહેધરી આપી સમાધાન પણ કરાવતા ફરિયાદ નોંધાવી ન હતી.

[google_ad]

 

જો કે, બે દિવસ પહેલાં સવારના સમયે મહીલા વકીલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગઈ હતી અને ત્યાંથી સિનિયર વકીલની ઓફીસથી પરત ફરી રહી હતી તે સમયે પંકજ ઓફીસ નીચે જ ઉભો હતો. અને જ્યાં સુધી મહીલા તેના ઘરે ન પહોંચી ત્યાં સુધી પંકજ તેનો પીછો કરતો હતો. આ વાતની જાણ મહીલાના ભાઈ અને તેના પિતાને થતાં અંતે પંકજ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોલા પોલીસે પંકજ સામે છેડતીની ફરિયાદ દાખલ કરીને તેની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધર્યા છે.

From- Banaskantha Update

 

 


Share