ડીસામાં 70 વર્ષીય વૃદ્ધા પર 14 દિવસ અગાઉ થયો હતો હુમલો, 14 દિન બાદ સારવાર દરમિયાન મોત

- Advertisement -
Share

ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં એક 70 વર્ષિય વૃધ્ધાને કમરના ભાગે લોખંડની પાઇપ માર્યા બાદ વૃધ્ધાનું સારવાર દરમિયાન 14 દિવસ બાદ મોત નિપજતાં તેના પરિવારજનોએ તાત્કાલીક હત્યા કરનાર શખ્સને ઝડપી પાડવા માટે ડીસા ઉત્તર પોલીસને માંગ કરી છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં થયેલા હુમલામાં સારવાર દરમિયાન 14 દિવસ બાદ 70 વર્ષિય વૃધ્ધાનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં રહેતાં દલુબેન ઠાકોર (ઉં.વ.આ. 70) લગભગ 14 દિવસ અગાઉ તેમના ઘરે હતા. તે દરમિયાન તેમની પાડોશમાં રહેતાં નિકુલ પંચાલ દ્વારા વારંવાર ફેંકવામાં આવતાં પથ્થરને લઇ દલુબેન ઠાકોર નિકુલ પંચાલને ઠપકો આપવા ગયા હતા.

[google_ad]

ત્યારે ઉશ્કેરાયેલા નિકુલ પંચાલે ઠપકો આપવા આવેલા દલુબેન ઠાકોર પર લોખંડની પાઇપ વડે હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી વૃધ્ધાને તાત્કાલીક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ વૃધ્ધાની હાલત નાજુક હોવાના લીધે વધુ સારવાર અર્થે વૃધ્ધાને આગળ રીફર કરાઇ હતી.

[google_ad]

 

જ્યાં 14 દિવસ સારવાર આપ્યા બાદ વૃધ્ધાએ ગઇકાલે રાત્રે છેલ્લા શ્વાસ લીધા હતા. જ્યારે મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી. મૃતક વૃધ્ધાના પરિવારજનોએ હીચકારો હુમલો કરીને મોત નિપજાવનાર શખ્સની અટકાયત કરવાની ડીસા ઉત્તર પોલીસને માંગ કરી છે.

[google_ad]

 

 

આ અંગે કાળુબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વૃધ્ધા પર હુમલો થયાને 14 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ડીસા ઉત્તર પોલીસે હુમલો કરનાર શખ્સને ઝડપી પાડ્યો નથી. ત્યારે હવે વૃધ્ધાનું મોત નિપજ્યા બાદ ડીસા ઉત્તર પોલીસ શખ્સને ઝડપી પાડવામાં સફળ થશે કે કેમ તે આવનારા સમયમાં જોવા મળશે.’

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!