મહેસાણામાં એક કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ

- Advertisement -
Share

 શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી પાણી પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી

મહેસાણા જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરમાં માત્ર એક કલાકના ગાળામાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદના પગલે શહેરના ગોપીનાળું અને ભમરિયું નાળું પાણીમાં ગરકાવ થયું હતું.

 

ગોપીનાળાનો એકબાજુનો રસ્તો બંધ કરવો પડ્યો
શહેરમાં ધોધમાર વરસાદના પગલે દર વર્ષની માફક ગોપીનાળામાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. ભારે વરસાદના પગલે ગોપી સિનેમા પાસેની દીવાલ એકાએક ધરાશયી થઈ હતી. તો નાળામાં પણ પુષ્કળ પાણી ભરાઈ જતા એકબાજુના નાળામાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.

ભારે વરસાદના પગલે બે નાળામાં પાણી ફરી વળ્યા
મહેસાણા શહેરને જોડતા બે મુખ્ય નાળા જેમાં એક ભમરીયું નાળુ અને એક ગોપી નાળુ છે. આ બને નાળા માં દર ચોમાસાની સીઝન માં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જતા લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ગોપી નાળામાં વરસાદી પાણી ન ભરાઈ રહે તેના માટે મોટરો પણ મુકવામાં આવી છે. જ્યાં સામાન્ય વરસાદ માં પણ ગોપી નાળાની સ્થિતિ પહેલા હતી એમ આજે પણ નજરે પડી રહી છે.

મહેસાણા શહેરમાં બપોરે પડેલા વરસાદમાં શહેરમાં આવેલા પરા વિસ્તાર, સાર્વજનિક સ્કૂલ, ફુવારા સર્કલ પાસે પાણી ભરાઈ ગયા હતા. જ્યાં તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાથી નાગરિકો પણ પોતાના રસ્તાઓ બદલવા મજબુર બન્યા છે.

દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
​​​​​​​
શહેરમાં પડેલા વરસાદ ના કારણે ઠેર ઠેર ઢીંચણ સમાં પાણી ભરાઈ ચુક્યા હતા, તો ક્યાંક નાળા તો ક્યાંક દુકાનો માં પણ પાણી ભરાયા હતા. શહેરમાં આવેલ ટાવર પાસેની એક ફ્લોર ફેકટરીની દુકાનમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું. જેના કારણએ દુકાનદાર પાણી ઉલેચતા જોવા મળ્યા હતા.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!