બનાસકાંઠામાં હીરા વેપારીને રૂ.38.46 લાખના નકલી હીરા પધરાવી છેતરપિંડી આચરી

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના ગઢ ગામના વેપારી પાસેથી જુના ડીસાના શખ્સે રૂપિયા 38.46 લાખનો કાચો માલ ખરીદ્યો હતો. જેની બદલીમાં નાણાં આપવાને બદલે મોજા પથ્થરના 50 અને 25 કેરેટના નકલી હીરા પધરાવી દીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થતાં વેપારીએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

પોલીસે ફરિયાદ આધારે જુના ડીસાથી શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.પાલનપુર તાલુકાના ગઢ ગામના શંકરભાઇ ભીખાભાઇ આંટીયા (પટેલ) ઉ.વ. 65 હીરાના વેપાર સાથે સંકળાયેલા છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

જેઓ કાચા હીરાનો માલ ખરીદી બનાસકાંઠા જિલ્લામાં અલગ- અલગ સ્થળોએ તૈયાર કરવા આપે છે. અને આ તૈયાર માલ મુંબઇ મોકલી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. જેઓ જુના ડીસાના અલ્લાઉદીન ઉર્ફે સોહીલ ઉર્ફે પિન્ટુ અનવરખાન સમેજાના સંપર્કમાં આવ્યા પછી વિશ્વાસ રાખી જુદાજુદા તબક્કામાં રૂપિયા 38,46,100ના હીરાનો માલ વેચાણ અર્થે આપ્યો હતો.

[google_ad]

અને તેની પુરેપુરી રકમ ચૂકવી દેશે એમ કહ્યું હતુ. દરમિયાન અલ્લાઉદીને નાણાં પછી આપવાનો વાયદો કરી પોતાની પાસે રહેલા 50 અને 25 કેરેટના સીલબંધ હીરાનું પેકેટ આપ્યું હતુ.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

જોકે, વાયદા મુજબ નાણાં લેવા જતાં અલ્લાઉદ્દીન ઘરે મળ્યો ન હતો. આથી શંકરભાઇ તેણે આપેલા હીરાના પેકેટ લઇ મુંબઇમાં ચકાસણી કરાવતાં આ હીરા મોજો નાઇટ પથ્થરમાંથી નકલી બનાવેલા હોવાનું ખૂલ્યું હતુ.

[google_ad]

આ અંગે શંકરભાઇ પટેલે પોતાની સાથે છેતરપિંડી કરનારા અલ્લાઉદ્દીન સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર જુના ડીસાથી જ અલ્લાઉદીન ઉર્ફે સોહીલ ઉર્ફે પીન્ટુ અનવરખાન સમેજાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

શંકરભાઇ પટેલ પાલનપુર હીરા બજારમાં ડીસાના પરેશભાઇ ઉર્ફે દાદુ શાહ સાથે હીરાની લે- વેચનો વ્યવસાય કરતા હતા. જેઓ હાલ ડીસામાં કાપડની દુકાનની સાથે હીરા લે- વેચનો ધંધો કરે છે.

[google_ad]

શંકરભાઇ ત્યાં અવાર-નવાર જતાં હોઇ ત્યાં આવતાં જુનાડીસાના અલ્લાઉદીન સાથે મુલાકાત થઇ હતી. અને વિશ્વાસ કેળવી તેને રૂ.38.46 લાખના હીરા વેચવા માટે આપ્યા હતા.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

શંકરભાઇ પટેલે તારીખ 16 ફેબ્રુઆરી 2021ના દિવસે રૂપિયા 10,60,000ના 627 કરેટ હીરા, તારીખ 18 ફેબ્રુઆરી 2021ના રોજ રૂપિયા 5,33,400ના 50 કેરેટ હીરા, તારીખ 10 માર્ચ 2021ના રોજ રૂપિયા 11,41,350ના 108 કેરેટ હીરા તેમજ તારીખ 18 માર્ચ 221ના રોજ રૂપિયા 11,41,350ના 108 કેરેટ હીરા મળી કુલ રૂપિયા 38,46,100ના હીરા આપ્યા હતા.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!