કાંકરેજ તાલુકા મથક શિહોરીમાં માસ્ક વિના બજારમાં ફરતા લોકોને કોરોનાથી બચવાં માટે શિહોરી પી.એસ.આઈ તેમજ પોલીસ સ્ટાફ સહીત વિના મુલ્યે માસ્ક આપવામાં આવ્યા.
દેશમાં કોરોનાની સેકંડ વેવ ચાલી રહી છે અને દેશમાં ફરી લોકડાઉન આવી શકે તેવી શક્યતાઓ છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં તેમજ બનાસકાંઠામાં કોરોનાના કેશ વધી રહ્યા છે ત્યારે શિહોરી પી.એસ.આઈ એસ.વી.આહીર તેમજ પોલીસ સ્ટાફ સહીત શિહોરીની બજારમાં માસ્ક વિના ફરતા ગ્રામજનોને સચેત કર્યા હતા.
તેમજ દરેકને માસ્ક ફરિજયાત પહેરવું તેવું સમજાવ્યું હતું શિહોરીમાં કોરોના સંક્રમણ રોકવા શિહોરી પી.એસ.આઈ એસ.વી.આહીરની મુહિમ સરકારની સૂચના મુજબ ફરજીયાત માસ્ક પહેરવું એવી સમજણ આપી.
તેમજ માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે વિના મુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 700 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.
From – Banaskantha Update