ડીસામાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ અપૂરતી વીજ કાપને લઇને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

સમગ્ર ગુજરાતમાં વીજ કાપને લઇ ખેડૂતો પરેશાન થઇ ઉઠયા છે. ત્યારે શુક્રવારે બનાસકાંઠાના ડીસામાં ભારતીય કિસાન સંઘના આગેવાનો ઉગ્ર બની સરકાર સામે વિરોધ નોંધાવી પૂરતી વીજળી મળી રહે તે બાબતે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઇ હતી.

 

 

સમગ્ર ગુજરાતમાં વીજ કાપ મામલે ખેડૂતો પરેશાન થઇ ઉઠયા છે. સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના બદલે 6 કલાક વીજળી મળી રહી છે. તે પણ અપૂરતી વીજળી મળી રહી છે.

 

 

અપૂરતી વીજળી મળવાના કારણે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે બીજી તરફ દિવસેને દિવસે પાણીના તળ પણ ઉંડા જઇ રહ્યા છે અને સરકાર દ્વારા અપૂરતી વીજળી આપવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

 

સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં દરેક તાલુકા મથકે ભારતીય કિસાન સંઘ દ્વારા અલગ-અલગ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

 

 

ત્યારે બનાસકાંઠાના ડીસામાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો મોટી સંખ્યામાં ડીસા નાયબ કલેક્ટર કચેરી આગળ એકત્ર થયા હતા.વીજળી અપૂરતી મળવાના કારણે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી પરેશાન થઇ ઉઠયા છે.

 

 

જેને લઇને કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યાં હતા અને આગામી સમયમાં ખેડૂતોને પૂરતી વીજળી નહીં આપવામાં આવે તો ખેડૂતો ધરણાં પર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

 

 

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો અપૂરતી વીજળીને લઇને સમગ્ર તાલુકા મથકે સરકાર વિરૂધ્ધ અલગ-અલગ કાર્યક્રમો યોજી રહ્યા છે. ત્યારે દિયોદરના વખામાં પણ ખેડૂતો કેટલાંક દિવસોથી ધરણાં યોજી રહ્યા છે.

 

 

ત્યારે ડીસામાં શુક્રવારે ભારતીય કિસાન સંઘ સહીત ડીસાના આજુબાજુના ખેડૂતો ડીસા નાયબ કલેક્ટર કચેરીમાં એકત્ર થયા હતા અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પૂરતી વીજળી મળી રહે તેવી માંગ કરી હતી અને જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ધરણાં પર ઉતરશે તેવી ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી.

 

જ્યારે ખેડૂતો વીજ બીલ પણ નહીં ભરે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે, સરકાર દ્વારા ખેડૂતોને પૂરતી વીજળી આપે છે કે કેમ એ તો આવનારો સમય બતાવશે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!