ધાનેરામાં કોંગ્રેસના 15 સભ્યો સસ્પેન્ડ થતાં મોટો ફટકો : ભાજપ સત્તા સ્થાને આવ્યું

- Advertisement -
Share

ગેરરીતિમાં ભાજપ સદસ્યોની સહી હોવાથી તેમની સામે પણ લટકતી તલવાર

બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાની આજે પ્રમુખપદ માટેની ચૂંટણી પહેલા જ ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો હતો જેમાં ગઈકાલે કોંગ્રેસના 15 સભ્યો સસ્પેન્ડ થતાં આજે ધાનેરા નગરપાલિકામાં ભાજપ સત્તા સ્થાને આવ્યું છે જોકે પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ભાજપની જ બે મહિલાઓ વચ્ચે ટાઈ પડતાં ચિઠ્ઠી ઉલડતા કિરણબેન સોની પ્રમુખ બન્યા હતા.

 

 

સસ્પેન્ડ કરાયેલ 15 કોંગ્રેસના સદસ્યોના નામ :-

(1) વસંતીબેન વશરામભાઇ ગલચર
(2) ઉગમબેન મોડસિંહ રાજપૂત
(3) ગોવિંદસિંહ વસનાજી રાજપૂત
(4) ઝરીનાબેન મુમતાઝભાઇ શેખ
(5) કપુરાભાઇ જગમાલભાઇ માળી
(6) અંબાબેન જયંતિભાઇ બોગુ
(7) હરજીભાઇ ચમનાભાઇ સોલંકી
(8) યુસુફખાન મહંમદભાઇ બેલીમ
(9) હનીફાબેન બચુભાઇ બેલીમ
(10) રાજાબેન દેવાભાઇ પ્રજાપતિ
(11) જયેશભાઇ શંકરભાઇ સોલંકી
(12) ઇશ્વરભાઇ ગણેશભાઇ પટેલ
(13) કમળાબેન રમેશભાઇ નાઇ
(14) શંકરભાઇ સવાભાઇ પટેલ
(15) પ્રકાશભાઇ સમેરાજી સુથાર

 

 

 

ધાનેરા નગરપાલિકાના પ્રમુખ જગલબેન ઠાકોરનું અવસાન થતાં આજે પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાનાર હતી જોકે તે પહેલા જ ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો હતો અને ગઈકાલે વિકાસમાં ગેરરીતિના મુદ્દે વિકાસ કમિશ્નરે કોંગ્રેસના 15ને સભ્યોને સસ્પેન્ડ કરતાં ભાજપની બહુમતિ થઈ ગઈ હતી જે બાદ આજે ધાનેરા નાયબ કલેકટર યોગેશભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને પ્રમુખપદ માટેની ચૂંટણીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ભાજપની જ બે મહિલાઓ જ્યોત્સનાબેન ત્રિવેદી અને કિરણબેન સોની ફોર્મ ભરતા બંનેને 6-6 સભ્યોનો ટેકો મળતા ટાઇ પડી હતી બાદમાં બંનેના નામની ચિઠ્ઠી બનાવી ઉલાડતા કિરણબેન સોનીનું નામ નીકળતા તેઓ ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા હતા.

 

 

ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ પણ સામે આવ્યો હતો અને જ્યોત્સનાબેન ત્રિવેદીને બનાવવા માટે તેમના પતી યોગેશભાઈ ત્રિવેદીએ ભાજપનાના જ સભ્યો પર ગાડી ઉઠાવી જવાના પ્રયાસો કર્યા હોવાના ગંભીર આક્ષેપો ભાજપના સદસ્ય ઉમાકાન્તભાઈ મિસ્ત્રીએ કર્યા હતા.

 

 

ધાનેરા નગરપાલિકામાં હવે કોંગ્રેસના એક પણ સદસ્ય નથી અને ભાજપ સત્તા સ્થાને આવી છે. જોકે ભાજપમાં પણ હવે આંતરિક વિખવાદ ચરમસીમાએ હોવાથી અત્યારે ભાજપમાં રીતસર બે ભાગલા પડી ગયા છે ત્યારે હવે ભાજપ શાસિત નગરપાલિકાના નવનિયુક્ત કિરણબેન સોની સભ્યોને સાથે લઇ કેટલો સમય પ્રમુખપદ જાળવી શકશે તે જોવાનું રહ્યું…

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!