ડીસામાં ટ્રાન્સપોર્ટના ટેમ્પામાંથી 23 કાર્ટુન ચાઈના દોરી સહીત 3,90,000નો મુદ્દામાલ ઉત્તર પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના 23 કાર્ટુન ફીરકી નંગ-1320 કીંમત રૂપિયા.90,000/- કુલ મુદામાલ કીંમત રુ.3,90,000/- સાથે બે આરોપીઓને પકડી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ.

 

 

ઉત્તર પોલીસની ટીમ ઉતરાયણ પર્વને લઈને પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો વેચાણ તે માટે પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન મોટી માત્રામાં ચાઈના દોરીનો જથ્થો ઝડપી પાડયો દરમ્યાન બાતમી મળેલ કે એક સફેદ કલરનું ટાટા-407 નંબર.GJ-06 YY-6581નું પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની ફીરકીના કાર્ટુનો ભરી ડીસાથી થરા તા.કાંકરેજ ખાતે જનાર છે.

 

 

જે હકીકત આધારે રીલાયન્સ પેટ્રોલીંગ વાહન ચેકીંગમાં હતા દરમ્યાન સદરે હકીકત વાળા સફેદ કલરના ટાટા-407 નંબર-GJ-06-YY 6581નો આવતા તેમાંથી પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની ફીરકીના કાર્ટુન નંગ-23 ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-1320 કીંમત રૂ.90,000/- ના સાથે પ્રભુજી ગજાજી જાતે સોલંકી રહે.થરા, તખતપુરા તા.કાંકરેજ તથા અશોકકુમાર મોહનજી જાતે.ચૌહાણ રહે.થરા, તખતપુરા તા.કાંકરેજ વાળાઓને પકડી પાડી પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની ફીરકીના કાર્ટુન તથા ટાટા 407 નંબર-GJ-06-YY-6581 એમ કુલ રૂપિયા.3,90,000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી.

 

Advt

 

 

સદરે મુદ્દામાલ ભરાવનાર પ્રવિણકુમાર સેવકરામ ઠક્કર રહે.ડીસા તથા સદરે મુદ્દામાલ મંગાવનાર ચન્દ્રકાંતભાઇ ઝંકાર રહે.થરા તથા દિક્ષીતભાઇ રહે.થરા તથા ટીનાભાઇ કીર્તી રહે.થરા તથા રાજુભાઇ રહે.થરા વાળાઓ વિરૂધ્ધમાં ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેસન પાર્ટ-એ-ગુ.ર.ને. 111950162000254/2021 ઇ.પી.કો. કલમ 188 તથા ગુ.પો.અધિ.ક. 135 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!