રાજકોટવાસીઓ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, કોવિડ હોસ્પિટલમાં 8 દર્દીઓનાં મોતથી ખળભળાટ મચી :

- Advertisement -
Share

કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ કરતાં દૈનિક કેસો હાલ 2000ની નજીક પહોંચી ગયા છે. બીજી લહેરને કારણે સમગ્ર રાજ્યમાં લોકોમાં ફરી એકવાર કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. તેવામાં આજે રાજકોટથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં 8 દર્દીઓનાં મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ 8 દર્દીઓનાં મોત મામલે અંતિમ નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.

કોરોનાએ જે રીતે સ્પીડ પકડી છે તે જોતાં આગામી 2-4 દિવસમાં જ કુલ આંકડો 20 હજારને પાર થઈ જવાની શક્યતા છે. કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે વહીવટી તંત્રએ હોસ્પિટલ બેડ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. અને વેક્સિનેશનની કામગીરીને સઘન કરવામાં આવી છે. આમ છતાં કેસ ઘટવાના બદલે વધતાં ચિંતાના વાદળો છવાયા છે.

રાજકોટમાં કોરોના વિસ્ફોટ થતાં ગત રોજ શહેરમાં 146 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 22 કેસ સહિત 168 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો હતો. રાજકોટ શહેરમાં કોરોનાના 624 દર્દી છે. આમ અત્યાર સુધીમાં 18116 લોકો કોરોનાની ઝપટે ચડી ગયા છે અને કોરોનાથી 150 દર્દીઓએ દમ તોડ્યો હોવાનું સત્તાવાર સુત્રો જણાવી રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા 9 દિવસમાં કોરોના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કોરોના કેસોનો આંક 17000થી 18000 આંક સુધી પહોંચી ગયો છે. રાજકોટમાં આટલા દિવસમાં 1130 કેસ સામે આવ્યા છે. કોરોનાનું સંક્રમણ રોકવા RMC સોમવારથી સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરશે. જેમાં શાકભાજીના ફેરિયાઓ, ગુજરી બદાર સહિત ફૂડ ડિલિવરી બોયના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!