ધોરણ 10ના વિદ્યાર્થીઓને હાલ ટેમ્પરરી માર્ક્સશીટ આપવામાં આવી

- Advertisement -
Share

ઓરિજિનલ માર્ક્સશીટ જુલાઈના બીજા સપ્તાહમાં અપાશે

કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્ક્સશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ક્સશીટ લેવા માટે પહોંચ્યા હતા.

 

 

આ માર્ક્સશીટ માત્ર એડમિશન આપવા માટે જ આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્ક્સશીટ અપાશે, પરંતુ ઓરિજિનલ માર્ક્સશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 7.30 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી. વહેલી સવારે રિઝલ્ટ ડાઉનલોડ થવામાં પરેશાની થઈ હતી.

 

 

રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલ મળી કુલ 10,977 સ્કૂલમાં ધોરણ-10ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમનાં પરિણામ પણ જાહેર કરી દીધાં છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!