ધાનેરાના નેનાવા નજીકથી એસ.ઓ.જી. પોલીસે પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

શખ્સ સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

 

ધાનેરાના નેનાવા નજીકથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે શુક્રવારે બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો હતો. આરોપી સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે ધાનેરા તાલુકાના નેનાવા નજીકથી રાજસ્થાન તરફથી

 

ગુજરાતમાં આવતી એક પેસેન્જર ઇક્કો ગાડીમાં બેઠેલા પ્રિયંક ઇશ્વરભાઇ સમેજા (રાવળ) (રહે. ડીસા, મંગલ પાર્ક, ત્રણ હનુમાન રોડ, તા.ડીસા) વાળાના જાત કબ્જામાંથી ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરની એક
દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ. 20,000 સાથે ઝડપી પાડયો હતો. આરોપી સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. જ્યારે આરોપીને આગળની કાર્યવાહી માટે ધાનેરા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!