પાલનપુરમાં કૂતરાના હુમલાનો શિકાર બનેલ બાળકની ખાનગી દવાખાનામાં થશે સર્જરી

Share

પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામે ઘરની આગળ રમતાં એક અઢી વર્ષના બાળકે રમતાં રમતાં કુતરાની પૂંછડી ખેંચતાં કૂતરાએ તેના ઉપર વળતો હૂમલો કરી માથું ફાડી નાંખ્યું હતુ. જેને લોહિલુહાણ હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

[google_ad]

આ બાળકને ડીસાના હિંદુ યુવા સંગઠન દ્વારા મંગળવારે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્લાસ્ટીક સર્જરી કરાવવામાં આવશે. પાલનપુર તાલુકાના મોટી ભટામલના અઢી વર્ષના જીજ્ઞેશ સંજયભાઇ દેવીપૂજક ઉપર કુતરાએ હૂમલો કરી તેનું માથું ફાડી નાંખ્યું હતુ. જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

[google_ad]

જોકે, ડીસાના હિંદુ યુવા સંગઠન દ્વારા બાળકને મંગળવારે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગે સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, બાળકના પિતાએ અમને કહ્યુ કે, તબીબ રૂપિયા 20,000 હોય તો ઓપરેશન થશે તેમ કહે છે. દવા પણ બહારથી મંગાવવી પડશે. આટલી રકમ અમારી પાસે નથી. એક ગાય છે એ વેચીએ તો પરિવારનું ગુજરાન કઇ રીતે ચલાવીશુ. આ વાત સંગઠનમાં કરતાં સદસ્યોએ બાળકના ઓપરેશન માટે તૈયાર થયા છે.

[google_ad]

આથી હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોની, સેવાભાવી દાતાઓ દિપકભાઈ ભગવતી જંક્શન, મહેશભાઈ સોની શેરપુરા, ઘનશ્યામભાઈ સોની,જયદીપભાઈ ચોખાવાલા, અમિતભાઈ માલવી, હરેશભાઈ ઠક્કર, ચિરાગભાઈ કૌશિક, ચેહૂજી ઠાકોર, ચૈત્ય શાહ, વિપુલભાઈ ઠક્કર, આકાશ સોની બિંગ ટુ ગેધર ગ્રુપ, નિરાધારનો આધાર સંસ્થાએ બાળકની બધી સારવારની જવાબદારી લીધી છે અને સંગઠનનાં મિત્રો અને વડીલોનાં સહયોગથી બધી સારવારની જવાબદારી લીધી છે.

 

 

From – Banaskantha Update


Share