થરાદમાં ખેતરમાલિકના હવસખોર પુત્રએ સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતાં ફરિયાદ નોધાઇ

Share

થરાદ તાલુકાના એક ગામમાં ખેતરમાં ભાગથી વાવેતર કરેલ શ્રમજીવી પરિવારની સગીરાને ધમકી આપી ખેતરમાલિકના પુત્રએ દુષ્કર્મ આચરીને તેણીને સગર્ભા બનાવી હતી. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ બનાવની પરિવારને ખબર પડતાં આખરે યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ તાલુકાના એક ગામની 16 વર્ષની સગીરાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

[google_ad]

જેમાં જણાવ્યું હતું કે, આજથી ચારેક મહિના પહેલા માતા-પિતા સાથે થરાદ તાલુકાના એક ગામના માધાભાઈ પ્રતાપભાઈ પ્રજાપતિના ખેતરમાં 2 વર્ષથી રહેતા હતા અને ભાગથી ખેતીકામ કરતા હતા. આ વખતે ખેતરમાલિકનો પુત્ર અશોકભાઈ તેમની સાથે રહેતો હતો. ગત શિયાળામાં માધાભાઈના ખેતરમાં એરંડાનું વાવેતર કરેલ હતું. આ વખતે 6 મહિના પુર્વે શિયાળામાં વાવેલ એરંડામાં કામ કરવા જતી વખતે ત્યાં આવેલા અશોકભાઈ માધાભાઈ પ્રજાપતિએ તેણીની સાથે શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. આથી તેણીએ તેમ કરવાની ના પાડતાં તેને ધમકી આપી ડરાવી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

તેમજ બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને આ સંબંધની વાત કોઈને કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અવારનવાર તેણી ખેતરમાં કામ કરવા એકલી જતી હતી. તે વખતે પાછળ પાછળ આવતો અશોકભાઈ દુષ્કર્મ કર્યું હતું. જોકે, ધમકીના કારણે ડરી જવાના કારણે સગીરા કોઈને વાત કરતી ન હતી. 4 મહિના પહેલા તેણી ખેતરમાંથી ભાગ છોડીને તેના મુળ ગામે રહેવા આવી હતી.

 

[google_ad]

આ વખતે ગર્ભ રહેતો હોવાની ખબર પડી હતી. પરંતુ ઈજ્જત જવાના બીકથી ઘરે કોઈને વાત ન શકતાં 6 મહિનાનો ગર્ભ થતાં માતાને શક જતાં તેણીએ પુછતાં બધી વાત કરી હતી. આથી આ અંગે થરાદ મથકમાં અશોકભાઈ માધાભાઈ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો સહિતની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share