બનાસકાંઠામાં પાણી મુદ્દે પાંચ તાલુકાના ખેડૂતો ફરી કરશે આંદોલન : 100 જેટલા ગામોમાં પાણી નહી તો વોટ નહીંના લાગ્યા પોસ્ટર

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના 100 જેટલા ગામોમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સરકાર દ્વારા પાણીના છોડાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 100 જેટલા ગામોમાં ખેડૂતો પાણીની માંગ સાથે દરેક ગામડામાં ઢોલના તાલે ખેડૂતો પાણી નહિ તો વોટ નહીં ના પોસ્ટર લગાડી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીનો પોકાર થવા પામે છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ કેનાલમાં સરકાર દ્વારા પાણી ન છોડાતાં આજુબાજુના ગામના ખેડૂતોમાં સિંચાઇ માટે પાણી ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે ગઇકાલે ભીલડીના રામવાસ ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં ખેડૂતોએ જણાવ્યુ હતું કે, અખાત્રીજના દિવસે ખેડૂતો ભૂમિ પૂજન કરી જળ આંદોલનનું રણશિંગું ફૂંકવાનું આંદોલન કરાશે.
ત્યારે આજે 100 જેટલા ગામોમાં પાણી નહીં તો વોટ નહીં આ ખેડૂતો દરેક ગામડામાં ઢોલના તાલે પોસ્ટર લગાવી રહ્યા છે તેમજ ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણીની માંગ સાથે ખેડૂતો સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે તેમજ આજે બપોરે દિયોદરના ઝલમોર ખાતે પાણીના મુદ્દે ખેડૂતોની બેઠક યોજાશે અને આગામી સમયમાં પાણીની સમસ્યાને લઈને ફરી બનાસકાંઠા જિલ્લામાં જળ આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવશે.
ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોની પાણીની માંગને સ્વીકારે છે કે કેમ તે પછી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ફરી મોટુ આંદોલન કરશે તે તો હવે આવનારો સમય બતાવશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!