ડીસાની જી.આઇ.ડી.સી.માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડતાં વેપારીઓમાં ફફફાટ

- Advertisement -
Share

 

ડીસામાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળને ફરિયાદના આધારે બુધવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસાની જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ તપાસને લઇ ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં છેલ્લા કેટલાંય સમયથી ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓમાં ભેળસેળ થતું હોવાની બૂમરાડ ઉઠવા પામી રહી છે.

 

 

કેટલાંક લેભાગુ વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોઇ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ લાલ આંખ કરવામાં આવી રહી છે.

 

 

ત્યારે બુધવારે જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટરને સાથે રાખી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગજાનંદ કન્ફેસનરી કેન્ડીમાં અચાનક તપાસ હાથ ધરી હતી અને બાળકો દ્વારા આરોગતાં ખાવાની ચોકલેટના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

 

જેને લઇને જી.આઇ.ડી.સી. વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં લેભાગુ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ચૂકી છે અને ઉનાળાની ઋતુમાં ઠંડા પીણાનું ધૂમ વેચાણ થતું હોય છે. જેમાં અનેકવાર ભેળસેળયુક્ત અને એક્સપ્રાઇડેટ ઠંડા પીણાનું વેચાણ થવાની પણ શક્યતા સેવાઇ રહી છે.

 

ત્યારે બુધવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગજાનંદ કન્ફેસનરી કેન્ડી વર્કસમાં તપાસ હાથ ધરી સેમ્પલ લેવામાં આવ્યા હતા.

 

ત્યારે રોજબરોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ડીસામાં ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતાં લેભાગુ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા લાગણી સાથે માંગણી વ્યક્ત કરી રહ્યા છે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!